Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રઘુવંશી મેરેજ બ્‍યુરો રાજકોટ દ્વારા માર્ચમાં નિઃશુલ્‍ક વેવિશાળ પરિચય સંમેલન

શિક્ષિત, સગાઇ રદ, લગ્ન વિચ્‍છેદ એમ અલગ અલગ સેશનમાં વ્‍યવસ્‍થા : ૧૨ માર્ચ સુધી એન્‍ટ્રી સ્‍વીકારાશે

રાજકોટ તા. ૨૦ : રઘુકુળ મેરેજ બ્‍યુરો રાજકોટ અને રોયલ રઘુવંશી મેટ્રોમોનીયલના સંયુકત ઉપક્રમે સમસ્‍ત રઘુવંશી સમાજના શિક્ષિત ઉમેદવારો માટે આગામી તા. ૨૬ માર્ચના નિઃશુલ્‍ક વેવિશાળ પરિચય સંમેલનનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજક સમિતિના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે લોહાણા સમાજના ડોકટર, સી.એ., સી.એસ., એન્‍જીનીયર, એડવોકેટ વગેરે માસ્‍ટર ડીગ્રી ધરાવતા ઉમેદવારો તેમજ સગાઇ રદ, લગ્ન વિચ્‍છેદ, વિધવા, વિધુર તેમજ ગ્રેજયુએટ, અંડર ગ્રેજયુએટ એમ અલગ અલગ સેશનમાં  આ પરિચય મેળો યોજાશે.

તા. ૨૬-૩-૨૦૨૩ ના રવિવારે બપોરે ૨ થી ૭ હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે આયોજીત આ પરિચય મેળો નિઃશુલ્‍ક છે. તેમછતા વ્‍યવસ્‍થા માટે ભાગ લેનારે ડીપોઝીટ પેટે નામ નોંધાવતી વખતે રૂ.૫૦૦ ભરવાના રહેશે. જે સ્‍ટેજ પર એન્‍ટ્રી લીધા બાદ દરેક ઉમેદવારને પરત મળી જશે. ઉમેદવારોને સ્‍ટેજ ફીયર ન રહે તે માટે તેમની વિગતો સંપૂર્ણ પારિવારિક માહોલમાં પૂછવામાં આવશે.ભાગ લેવા માટે રઘુકુળ મેરેજ બ્‍યુરોની ઓફીસ ૩-ભીડભંજન શેરી, ચોખાવાલા ચેમ્‍બર સામે, દાણાપીઠ પાસે, રાજકોટ ખાતેથી કલર પ ફોટાની સાથે ફોર્મ ભરવાનું રહશે. આ માટેની છેલ્લી મુદત તા. ૧૨-૩-૨૦૨૩ નિયત કરાઇ છે.

બહારગામના ઉમેદવારો કે જે રાજકોટ આવી શકે તેમ ન હોય તે લોકો સગા સંબંધી મારફત પણ ફોર્મ ભરાવી શકશે. આ માટે ડીપોઝીટની રકમ રૂ.૫૦૦ તથા ઝેરોક્ષ ખર્ચના રૂ.૨૫ મળી કુલ રૂ.૫૨૫ એઇએફટીથી ઓશકભાઇ કુંડલીયાના મો.૯૮૨૪૨ ૧૧૧૫૨ (વોટસએપ) ઉપર મોકલી શકાશે.આ પરિચય મેળામાં સૌરાષ્‍ટ્ર-ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના ઉમેદવારો ભાગ લેવાના હોવાથી વૈશ્વિક લેવલનું ફલક ભાગ લેનારને ઉપલબ્‍ધ થશે.

પરીચય સંમેલનના ફોર્મ મેળવવા રઘુકુળ મેરેજ બ્‍યુરોની ઓફીસ ૩-ભીડભંજન શેરી, ચોખાવાલા ચેમ્‍બર સામે, દાણાપીઠ પાસે, રાજકોટ ખાતે દર રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ દરમિયાન રૂબરૂ અથવા મનુભાઇ મીરાણી (મો.૯૪૨૮૪ ૬૬૬૬૩), મુકેશભાઇ તન્‍ના (મો.૯૮૨૫૪ ૩૪૬૩૦), અમરશીભાઇ રૂઘાણી (જગુબાપા) (મો.૯૪૦૯૨ ૫૯૫૬૩), શૈલેષભાઇ પુજારા (મો.૯૭૧૨૩ ૬૯૨૩૩), લક્ષ્મીદાસભાઇ જોબનપુત્રા (મો.૯૯૨૪૫ ૭૬૮૦૯), લોહાણા યુવક પ્રગતિ મંડળ (મો.૯૪૨૬૨ ૫૪૯૯૯), લોહાણા કર્મચારી મંડળ (મો.૮૩૨૦૦ ૩૧૩૨૨) નો સંપર્ક કરી મેળવી શકાશે. ફોર્મ ભરાય ગયા બાદ તા. ૬ માર્ચથી તા. ૧૨ માર્ચ  સુધીમાં પરત કરવાના રહેશે.

સમગ્ર પરિચય સંમેલનને સફળ બનાવવા રઘુકુળ મેરેજ બ્‍યુરોના ચેરમેન અશોકભાઇ કુંડલીયાના માર્ગદર્શન હેઠળ લક્ષ્મીદાસભાઇ જોબનપુત્રા, રાજુભાઇ જોબનપુત્રા, વિજયભાઇ જોબનપુત્રા, ભીખાલાલ પાઉં, રમેશભાઇ દાસાણી, મોન્‍ટુભાઇ અનડકટ, અશ્વિનભાઇ કારીયા(અમદાવાદ), નવીનભાઇ જોબનપુત્રા, સાકેતભાઇ કુંડલીયા, નિલેશભાઇ રૂપારેલીયા, ભરતભાઇ સેતા, મહેશભાઇ કોટક, નિલમબેન કારીયા, ધારાબેન કુંડલીયા, ફાલ્‍ગુનીબેન હિંડોચા, દિપ્‍તીબેન કારીયા, મીડિયા લાઇઝન ઓફીસર બીપીનભાઇ પોપટ, પરેશભાઇ પોપટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે પરિચય સંમેલન અંગેની વિગતો વર્ણવતા રઘુકુળ મેરેજ બ્‍યુરો રાજકોટના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:13 pm IST)