Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અમોયધારા સોસાયટીમાં કેટરીંગના ધંધાર્થી અને તેના કર્મચારીના ૧.૧૦ લાખના બે મોબાઇલની ચોરી

મોહસીનભાઇની યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૨૦: રૈયાધારમાં આઇએફસી ગોડાઉન રોડ નવી કોર્ટ પાસે અમોયધારા સોસાયટી કેટીરીંંગનું કામ કરવા માટે ગયેલા કેટરીંગના ધંધાર્થી અને તેના કર્મચારીનો મળી ૧.ર૦ લાખના બે મોબાઇલ ફોન કોઇ ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ હુડકો કવાર્ટર શેરી નં. ૨ માં રહેતા મોહસીનભાઇ ઉમરભાઇ કુરેશી (ઉ.વ.૩ર) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે કેટરીંગનો વ્‍યવસાય કરે છે અને આઇએફસી ગોડાઉન રોડ નવી કોર્ટ પાસે અમોયધારા સોસાયટી સીધ્‍ધી ફાઇવ બીલ્‍ડીંગમાં સ્‍ટાફને રહેવા માટે ઉપયોગ કરે છે. ગઇકાલે રાત્રે કેટરીંગનું કામ કરી સવારે પાંચેક વાગ્‍યા પોતાના મકાનમાં સૂઇ ગયેલ અને પોતાનો મોબાઇલ ફોન બાજુમાં રાખ્‍યો હતો. દરમ્‍યાન કોઇ અજાણ્‍યા શખ્‍સ ઘરમાં પ્રવેશ કરી પોતાનો તથા કર્મચારી વનરાજસિંહ ઇન્‍દ્રજીતસિંહનો મળી રૂા. ૧,ર૦,૦૦૦ની કિંમતના બે મોબાઇલ ફોન ઉઠાવી ગયો હતો. બાદ પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી.એન.બોદરે તપાસ આદરી છે. 

(4:40 pm IST)