Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મુક બધિર દિકરીઓની સુંદર પ્રસ્‍તુતિ

પૂ. ધીરજ ગુરૂદેવની ૪૨ મી દીક્ષા જયંતિ સંયમ અભિવંદના સમારોહ નિમિતે છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળાના દિવ્‍યાંગ મુકબધિર દિકરીઓ દ્વારા હમ સબ જૈન હૈ' ગીત પર સરસ પરફોર્મન્‍ અપાયુ હતુ. અજયભાઇ શેઠ, મીનાબેન શેઠ, બીપીનભાઇ કામદાર, ચંદ્રીકાબેન વારિયા વગેરેએ બાળકોની કલાને બિરદાવી સરપ્રાઇઝ ભેટ આપી હતી. શાળાના આચાર્યશ્રી કશ્‍યપભાઇ પંચોલીના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા બહેનો ક્રિષ્‍નાબેન મોજીદ્ર, માલતીબેન કુકડીયા, સ્‍ટાફના રજનીભાઇ બાવીસી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્‍ટી રાજેશભાઇ વીરાણી, બાંધકામ સમિતિના ચેરમેન તારકભાઇ વોરા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:54 pm IST)