Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા. ૧૯ :  સતત ભાવ વધારા બાદ આજે નવા સપ્તાહના પ્રારંભે સીંગતેલ ૧૦ રૂા.નો ઘટાડો થયો હતો. કપાસીયા તેલના ભાવો પણ ઘટયા હતા.

સ્‍થાનીક બજારમાં ઉંચા મથાળે લેવાલી ઘટતા સીંગતેલમાં આજે ૧૦ રૂા. ઘટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા) ના ભાવ ઘટીને ૧૭રપ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૮૭૦ થી ર૯ર૦ રૂા. હતા તે ઘટીને ર૮૬૦ ની ર૯૧૦ રૂા. થયા હતા. કપાસીયા તેલમાં ૧૦ રૂા. ઘટતા કપાસીયા ટીનના ભાવ ૧૯પ૦ થી ૧૯૯૦ રૂા. હતા તેઘટીને ૧૯૪૦ થી ૧૯૮૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

(3:42 pm IST)