Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

રાજકોટ જેલના ફરાર કેદી સરપદડના શૈલેષ ડાભીને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ જેલના ફરાર કેદીને પડધરીના સરપદડ ખાતેથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના  પી. આઇ. એ. આર. ગોહીલ પીએસઆઇ વી. એમ. કોલાદરા તથા સ્ટાફે મળેલ બાતમી આધારે રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી ૩ માસથી ફરાર શૈલેષ મટુભાઇ ડાભી રે. સરપદડ તા. પડધરીને સરપદડ ખાતેથી દબોચી લઇ જેલમાં ધકેલી દિધો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. રવિદેવભાઇ બારડ, મહેશભાઇ જાની, બાલકૃષ્ણ ત્રિવેદી, પો. કો. ભાવેશભાઇ મકવાણા તથા પ્રકાશભાઇ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:34 am IST)