Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

કાલે GPSCની કલાસ-૧ અને ૨ માટે પરીક્ષા

રાજકોટમાં ૫૧ કેન્દ્રો ઉપર ૭૧૭૨૬ ઉમેદવારો પરીક્ષા આપશે : રાજ્યમાં કુલ ૩૨ જિલ્લામાં કસોટી

રાજકોટ તા. ૨૦ : આવતીકાલે રાજકોટમાં ૫૧ કેન્દ્રો ઉપર જીપીએસસી દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ માટે પરીક્ષા આપશે, રાજ્યમાં કુલ ૩૨ જિલ્લાના ૮૩૮ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ પરીક્ષા યોજાઇ છે.

મામલતદાર - ડે.કલેકટર - ડે.ડીડીઓ - ઉચ્ચ વહિવટી અધિકારીઓ - નગરપાલિકાના કલાસ-ટુ માટે યોજાનાર આ પરીક્ષા માટે કલેકટરે ડે.કલેકટરો - મામલતદારોની ખાસ ફલાઇંગ સ્કવોડ બનાવી છે.

રાજકોટમાં લેવાનાર પરીક્ષામાં સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ એમ બે પેપર રહેશે, મોબાઇલ સહિત કોઇપણ ઇલેકટ્રોનિક વસ્તુ ઉપર પ્રતિબંધ છે. રાજકોટમાં રમેશભાઇ છાયા બોયઝ સ્કૂલ (સદર)માં કેન્દ્ર હતું તે હવે ફરીને લાલબહાદુર શાસ્ત્રી બોયઝ સ્કૂલ - શાસ્ત્રી મેદાન સામે રખાયું છે, આ કેન્દ્ર સંદર્ભે તંત્ર વાહનની પણ વ્યવસ્થા રાખી છે.

(2:44 pm IST)