Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

જાગનાથ પ્લોટ-યોગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ-ઇમ્પેરીયલ હાઇટ બિલ્ડીંગ સહિતના વિસ્તારોમાં ર૩ મિલ્કત સીલઃ ૧.૯૮ કરોડની આવક

રાજકોટ :. મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા, ત્રણેય ઝોનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્યવે આજે વોર્ડ નં. ૭માં જાગનાથ પ્લોટ વિસ્તારમાં  મણી કોમ્પ્લેક્ષમાં ૩ કોમર્શીયલ યુનિટને બાકી માંગણી સામે સીલ કરેલ છે.  વોર્ડ નં. ૮માં સાઇબાબા કોમ્પ્લેક્ષમાં ર (બે) કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે. ઇમ્પેરીયલ હાઇટ બિલ્ડીંગમાં શોપ નં. ૩૦૭, ૭૦પને બાકી માંગણા સામે સીલ કરેલ છે. તથા વોર્ડ નં.૧ના કાલાવડ રોડ પર ના આર્ય કોમ્પ્લેક્ષના ફોર્થ ફલોર પરના ર (બે) કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ.  વોર્ડ નં. ૧૭માં યોગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ ''શ્રી નાથજી બેવરેજીસ'' યુનિટને બાકી માંગણા સામે સીલ સહિત કુલ-ર૩ મિલ્કતોને સીલ, ૩૪-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૧.૯૮ કરોડ આવક થવા પામી છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ઓફીસર તમામ વોર્ડ ટેક્ષ ઇન્સ્પેકટરશ્રીઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:42 pm IST)