Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

સગીરાને ભગાડી જઇને દુષ્કર્મ આચરવાનાંગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૦: સગીરાને લગ્ન પછી લાલચ આપી ભગાડી જઇ દુષ્કૃત્ય આચરનાર આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. રર-૧ર-ર૦ના રોજ પડધરી તાલુકાનાં સરપદડ ગામે રહેતા આરોપી મુકેશભાઇ જસમતભાઇ ડાભી સગીરાને ભગાડી જઇ લગ્નની લાલચ આપી દુષ્કૃત્ય આચરવાના ગુન્હામાં પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાં રહેલ આરોપીએ જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે. આરોપી એક સંતાનનો પિતા છે તેમ છતાં સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ   આપી  ભગાડી જઇ દુષ્કૃત્ય આચરેલ છે.

આવા ગુનામાં આરોપીઓને જો જામીન આપવામાં આવશે તો સમાજ માટે તે ખતરો ઉભો થશે તેથી તેની જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ જે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી કે. ડી. દવે એ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં એપી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:46 pm IST)