Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

BRTS-સીટી બસની સરપ્રાઇઝ મુલાકાત લેતા પ્રદિપ ડવ : મુસાફરોને માસ્ક આપી કાયમી માસ્ક પહેરવા કરી અપીલ

રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પણ ફરી કોરોનાના કેસો વધી રહેલ છે. જેના અનુંસધાને આજ તા. ૨૦ના રોજ મેયર ડો.પ્રદીપ ડવએ સિટી બસની સરપ્રાઇઝ મુલાકાત લીધેલ. સિટી બસમાં માસ્ક પહેર્યા વગરના મુસાફરોને માસ્ક આપેલ તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સાથે મુસાફરી કરવા અને ઘરની બહાર જતા કાયમી માસ્ક પહેરવા વિનંતી કરવામાં આવેલ. આ ઉપરાંત રોડ પર રીક્ષા ચાલકો, ફુટપાથ પર ફુગ્ગા વિગેરેના ધંધાર્થીઓ તેમજ તેમના બાળકોને માસ્ક આપ્યા હતા. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:47 pm IST)