Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

શાષાી મેદાનમાં મયુરભાઇ માટે રવિવારનો ક્રિકેટ મેચ જિંદગીનો અંતિમ મેચ બની ગયોઃ હાર્ટએટેકથી મોત

રમત રમતી વખતે એકાએક હાર્ટએટેક આવી જવાની ત્રણ માસમાં આઠમી ઘટના :બોમ્‍બે હાઉસીંગ સોસાયટીના યુવાન નિયમીત ક્રિકેટ રમતાં, કોઇ વ્‍યસન નહોતું: ૪૨ રને આઉટ થયા બાદ જિંદગીનો દાવ પણ ખતમ થઇ જતાં સ્‍વજનોમાં ગમગીનીઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૨૦: ક્રિકેટ રમતી વખતે હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ નીપજવાની  વધુ એક ઘટના રાજકોટ શહેરમાં રવિવારે બની ગઇ હતી. યુવાન દિકરાના અચાનક મૃત્‍યુથી મકવાણા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ સાથે રાજ્‍યભરમાં ત્રણ મહિનામાં આવી આઠ ઘટનાઓ બની ગઇ છે. શહેરની બોમ્‍બે હાઉસીંગ સોસાયટીમાં રહેતાં મયુરભાઇ નટવરભાઇ મકવાણા (ઉ.વ.૪૭) ગઇકાલે રવિવારે શાષાી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતાં હતાં ત્‍યારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી ગયો હતો.

માહિતી મુજબ મયુરભાઇ મકવાણા નિયમીન ક્રિકેટ રમવા જતાં હતાં અને રવિવારે પણ શાષાી મેદાનમાં મિત્રો સાથે રમવા ગયા હતાં. તેણે પોતાનું બેટીંગ આવતાં ૪૨ રનની ઇનિંગ રમી હતી. બાદમાં આઉટ થયેલ અને એકાએક ગભરામણ થઇ જતાં અને બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં મિત્રોએ ખસેડયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં મિત્રો, સ્‍વનજોમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્‍સ. લાભુભાઇ જતાપરા અને સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મયુરભાઇ રેગ્‍યુલર ક્રિકેટ મેચ રમવા જતો હતો. તેને કોઈ જાતની બીમારી કે વ્‍યસન નહોતું. આજે ક્રિકેટ રમતાં રમતાં તેને થોડી ગભરામણ થઈ પણ કોઈને કહ્યું નહીં. તે સ્‍કૂટર પર બેસી ગયો હતો. બાદમાં અચાનક ઢળી પડ્‍યો હતો. તેના મિત્રો દોડી આવ્‍યા અને ૧૦૮ને જાણ કરી હતી.

મયુરભાઇ બે ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. સગાએ જણાવ્‍યું હતું કે મયુરભાઇને કોઇપણ પ્રકારનું વ્‍યસન નહોતું અને કોઇ બિમારી પણ નહોતી. નિયમીત ક્રિકેટ રમવા જતાં હતાં. પણ રવિવારનો ક્રિકેટ મેચ તેમની જિંદગીનો અંતિમ મેચ બની જતાં સ્‍વજનો, મિત્રો, પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

ઉલ્લેખયિન છે કે છેલ્લા ત્રણ મહિનામાં આવી આઠ ઘટનાઓ બની છે. જેમાં અમદાવાદ ભાડજ ખાતે જીએટી વિભાગ અને સુરેન્‍દ્રનગર જીલ્લા પંચાયતના મેચ વખતે વસંતભાઇ રાઠોડનું મૃત્‍યુ થયું હતું. રાજકોટ રેસકોર્ષમાં જીજ્ઞેશભાઇ ચોૈહાણનું, શાષાી મેદાનમાં ભરતભાઇ બારૈયાનું, રેસકોર્ષમાં રવિભાઇ વાગડનું, રાજકોટની એક કોલેજમાં ફૂટબોલ રમતી એક છાત્રનું, સુરતના સેલુમાં ક્રિકેટમાં ફિલ્‍ડીંગ વખતે એક યુવાનનું મોત થયું હતું. વડોદરામાં પણ એક આવી ઘટના બની હતી. ત્‍યાં હવે રાજકોટમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતી વખતે મૃત્‍યુ થયું છે. ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ છે કે આ તમામ હતભાગીઓની ઉમર પચાસ કરતાં ઓછી હતી.

(3:57 pm IST)