Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પૂજીત ટ્રસ્‍ટ દ્વારા રવિવારે બાળરોગ નિદાન - સારવાર કેમ્‍પ

ગાલ પચોળીયા - ઓરીની રસી વિનામુલ્‍યે અપાશે

રાજકોટ, તા.૧૮: આગામી તા.૨૧ રવિવારે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા રોટીરી કલબના સહયોગથી ૧ થી ૧૨ વર્ષના બાળકોને વિનામૂલ્‍યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબી (M.M.R.)ની રસી મૂકવાના કેમ્‍પનું આયોજન ટ્રસ્‍ટના ભવન કિલ્લોલ', ૧-મયુરનગર, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન પૂર્વઝોન ઓફિસ સામે, ભાવનગર રોડ ખાતે કરવામાં આવેલ છે.

ગાલપચોળિયા ચેપી રોગ છે તેના કારણે બાળકોમાં વિવિધ તકલીફ ઊભી થઈ શકે છે જેવી કે દર્દીઓને ખોરાક લેવામાં તકલીફ પડે, મગજ પર સોજો આવી શકે અને વધુ અસર થાય તો વંધ્‍યત્‍વ (ઇનફર્ટીલીટી) પણ આવી શકે છે.

માર્કેટમાં આ (M.M.R.) ની રસી ખૂબ જ મોંઘી મળતી હોય છે જેના કારણે નબળી આર્થિક પરિસ્‍થિતિ ધરાવતા ઘણા પરિવારો આ રસી બાળકોને મુકાવી શકતા નથી ત્‍યારે આ કેમ્‍પમાં બાળકોને રસી ઉપરાંત બાળકોને થતા વિવિધ રોગોની તપાસ કરી જરૂરી દવાઓ પણ વિનામૂલ્‍યે આપવામાં આવશે.

આ કેમ્‍પમાં ડો.નીખિલભાઇ શેઠ(બાળરોગ નિષ્‍ણાંત), ડો.નીખીલ વાછાણી (બાળરોગ નિષ્‍ણાંત) સેવાઓ આપશે. કેમ્‍પનો સમય સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ નો રહેશે.

કેમ્‍પનો લાભ બહોળી સંખ્‍યામાં લોકોને લેવા ટ્રસ્‍ટના ચેરમેન અને પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીની સંયુકત યાદીમાં જણાવવામાં આવેલ છે. કેમ્‍પને યશસ્‍વી બનાવવા  ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ ભટ્ટ, ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાય, ડો.નયનભાઈ શાહ, ડો.વિભાકરભાઈ વચ્‍છરાજાની, દિવ્‍યેશભાઈ અઘેરા, બીપીનભાઈ વસા જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહિતી માટે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪પ૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે

(2:40 pm IST)