Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ભીસ્‍તીવાડના યાસીન ઉર્ફ ભુરાએ રાહુલ નામ જણાવી વિધવાને ફસાવી દૂષ્‍કર્મ આચર્યુ

લગ્નની લાલચ આપી બાદમાં ના પાડી દીધીઃ મારકુટ કરી ધમકી આપતાં મહિલા પોલીસમાં ફરિયાદ : અગાઉ એઝાઝ ટકાની ગેંગ ગુજસીટોક હેઠળ જેલમાં ગઇ તેમાં આ શખ્‍સ પણ સામેલ હતો

રાજકોટતા. ૧૯: દૂષ્‍કર્મનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. શહેરમાં   રહેતી એક વિધવાને જ્ઞાતિ છુપાવી પ્રેમજાળમાં ફસાવી ભીસ્‍તીવાડમાં રહેતાં અને નામચીનની છાપ ધરાવતાં તેમજ ગુજસીટોકના ગુનામાં પણ જેલની હવા ખાઇ ચુકેલા શખ્‍સે પોતાનું સાચુ નામ છુપાવી ફસાવી લગ્નની લાલચ આપી  દૂષ્‍કર્મ આચરી લઇ બાદમાં લગ્નની ના પાડી ઝઘડો કરી માર મારી ધમકી આપતાં મહિલા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.આ બનાવમાં પોલીસે ભોગ બનેલી મહિલાની ફરિયાદ પરથી ભીસ્‍તીવાડના એઝાઝ ઉર્ફે ટકાની ગેંગનો સાગરીત યાસીન ઉર્ફે ભૂરો ઓસમાણ કયડા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ભોગ બનનાર મહિલએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે નવ વર્ષ પહેલાં મારા પતિના અવસાન બાદ હું પુત્ર સાથે રહેતી હતી અને કપડાંનો વેપાર કરતી હતી. આઠેક વર્ષ પહેલા હું પુષ્‍કરધામ રોડ પર મોબાઇલ ફોનનું રિચાર્જ કરાવવા ગઈ હતી ત્‍યારે યાસીન સાથે મુલાકાત થઈ હતી. ત્‍યારે તેણે પોતાનું મુસ્‍લિમ નામ જ્ઞાતિ છુપાવીને મને પોતે રાહુલ પ્રજાપતિ છે તેવી ઓખળ આપી હતી અને પોતાના ફોન નંબર પણ આપ્‍યા હતાં. એ પછી તેણે મારી સાથે ફોનમાં વાતચીત કરી હતી.

જે તે વખતે  યાસીને તેની જ્ઞાતિ અને સાચુ નામ છુપાવી મને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. એ પછી મકાનમાં મરજી વિરૂધ્‍ધ દુષ્‍કર્મ આચર્યુ હતું. દરમિયાન ત્રણ વર્ષ પહેલાં યાસીન ઉર્ફે ભૂરા સહિતની ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાતા રાજકોટ જિલ્લા જેલમાં ધકેલાયો હતો. ચાર મહિના પહેલાં જ જેલમાંથી જામીન પર છૂટી બહાર આવ્‍યો હતો. તે દરમિયાન યાસીનની માતાએ તેને તું જેની સાથે રહે છે તેની પાસે મોબાઈલ હોઇ તે કોઈ અન્‍ય પુરૂષ સાથે વાતો કરતી હતી તેવું કહેતાં યાસીને શંકાઓ કરી ઝઘડા કરી મારકુટ ચાલુ કરી હતી.

તેમજ તારે બીજા સાથે લફરૂં છે તેમ કહી ત્રાસ આપતો હતો અને મરજી વિરૂધ્‍ધ દુષ્‍કર્મ આચરતો હતો. ત્‍યાર બાદ મેં તેને લગ્ન કરવાનું કહેતા તેણે વધુ ઝઘડો કરી મારકૂટ કરી લગ્નની ના પાડતાં અંતે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ ભોગ બનનારે કહેતાં પીઆઇ આઇ. એન. સાવલીયા અને સ્‍ટાફે દુષ્‍કર્મ, ધમકી સીહતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(3:42 pm IST)