Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પારડી ગામે મહિલાને લાકડી-ધોકાથી માર મારી જાતી પ્રત્‍યે અપમાનીત કરી

પુત્રને માર મારતા ઠપકો આપવા જતા વિજય ગોસ્‍વામી તથા રવિ મકવાણા તૂટી પડયા

રાજકોટ, તા., ૧૯: પારડીમાં પડવલા રોડ પર વેલનાથ સોસાયટીમાં પુત્રને માર માર્યા બાદ ઠપકો આપવા ગયેલા દંપતીને બે શખ્‍સોએ લાકડાના ધોકા વડે માર મારી અપમાનીત કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પારડીના પડવલા રોડ પર વેલનાથ સોસાયટી શેરી નં. ૫ માં રહેતા રમાબેન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.પ૩) એ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગામમાં રહેતા વિજય ગોૈસ્‍વામી અને રવી દિલીપભાઇ મકવાણા સામે ફરીયાદ નોંધાવી છે. રમાબેને ફરીયાદમાં જણાવ્‍યું છે કે ગઇકાલે પોતે ઘરે હતા. ત્‍યારે પોતાના પુત્ર ઉમેશને વિજય અને રવિ ઝઘડો કરી લાફો મારી દીધો હતો. આ બાબતે પોતે તથા પતિ બંને આ બને શખ્‍સોને ઠપકો આપતા તેણે પોતાની અને પતિ સાથે ઝઘડો કરી જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કરી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ગોંડલના પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)