Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

બજરંગવાડી રાજીવનગરમાં લુખ્‍ખા તત્‍વોનો આતંકઃ સોડા બોટલોનો ઘા કર્યો

રાજકોટઃ જામનગર રોડ રાજીવનગરમાં મોડી રાત્રે પંદરેક જેટલા અજાણ્‍યા શખ્‍સોએ ધમાલ મચાવી હતી. આ શખ્‍સોએ વિસ્‍તારમાં દેકારો મચાવી સોડા બોટલોના ઘા કરી આતંક મચાવ્‍યો હતો. સોડા બોટલોના ઘા કરતા શેરીમાં પડેલી એક કારનો કાચફોડી નાખી નુકશાન કર્યું હતી. બાદ કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્‍ચાર્જે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે તાકીદે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)