Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સેવા સહકાર ટ્રસ્‍ટ દ્વારા આયોજીત સી.પી.એલ. કપનું ઓપન રાત્રી પ્રકાશ ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું બેનમુન આયોજન

દેવાંગ માંકડ, કૌશીક ચાવડા, અનિલભાઇ દેસાઇ, ભગીરથસિંહ ડોડીયા, સુરેન્‍દ્રનસિંહ વાળાનું માર્ગદર્શન આઠ લાઇટીંગ ટાવર, સ્‍ટેટ પેનલ એમ્‍પાયર રહેશે : વિજેતા ટીમને ૧ લાખ ૫૧ હજાર અને રર્નસ અપ ટીમને ૫૧ હજાર રોકડ ઇનામ : સમક્ષ ટુર્નામેન્‍ટ યુ-ટયૂબમાં લાઇવ નીહાળી શકાશે મેન ઓફ ધ સીરીઝને રૂા. ૫,૧૦૦, બેસ્‍ટ ફીલ્‍ડર, બેસ્‍ટ બોલર, બેસ્‍ટ બેટસમેનને રૂા. ૨,૧૦૦નું રોકડ ઇનામ : કવાર્ટર ફાઇનલની આઠ ટીમને આયોજક દ્વારા રંગીન ટી-શર્ટ આપવામાં આવશે

રાજકોટ : સેવા સહકાર ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ ક્રિકેટ પ્રેમીઓ ના ઉત્‍સાહ અને ઉમંગ માટે જુદા - જુદા કાર્યક્રમોનુ આયોજન કરતુ આવ્‍યુ છે અને તેના ભાગ રૂપે આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્‍ટનુ આયોજન આગામી તા.૧૧ મે થી તા. રપ મે સુધી શહેરના હાર્દમાં આવેલ રાજકોટ જીમાખાના શાસ્‍ત્રી મેદાન ખાતે ટુર્નામેન્‍ટનુ આયોજન કરવામાં આવેલ છે અને ટ્રસ્‍ટ દ્વરા સમગ્ર જાહેર જનતાને ઓપન રાત્રી પ્રકાશ ટુર્નામેન્‍ટ નિહાળવા આમંત્રણ અપાયું છે.

ટ્રસ્‍ટ તથા આયોજક કમીટીના નેજા હેઠળ જુદી - જુદી કમીટીઓની રચના કરવામાં આવેલી છે. જેમા ગ્રાઉન્‍ડ કમીટી, સ્‍ટેજ કમીટી, સોશ્‍યલ મીડીયા/પ્રેસ કમીટી, સિકયુરીટી કમીટી, સ્‍વાગત કમીટી, મંડપ કમીટી, લાઈટ એન્‍ડ સાઉન્‍ડ કમીટી, મેચ કમીટી વિગેરેની રચના કરવામાં આવેલ છે.

આ ટુર્નામેન્‍ટ દરમ્‍યાન કુલ ૬૪ ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્‍ટમાં નોક આઉટ પઘ્‍ધતીથી પ્રથમ રાઉન્‍ડના મેચ રમાડવામાં આવશે અને દરેક મેચ ૧૦ - ૧૦ ઓવરના રહેશે જેમા બે ઓવર પાવર પ્‍લે ની રહેશે તથા સેમી ફાઈનલ તથા ફાઈનલ મેચ ૧ર ઓવરનો રહેશે જેમા ત્રણ ઓવર પાવર પ્‍લે ની રહેશે અને આ ટુર્નામેન્‍ટમાં ભાગ લીધેલ દરેક ટીમે સ્‍પોર્ટમેન સ્‍પીરીટ અને આયોજકોના નિતી-નિયમોનો અમલ કરવાનો રહેશે તેમજ સમગ્ર ટુર્નામેન્‍ટ ઓપન કેટેગરીના ખેલાડીઓ ટીમમાં રમી શકશે અને આ ટુર્નામેન્‍ટ દરમ્‍યાન આખરી નિર્ણય આયોજક કમીટીનો માન્‍ય રાખવાનો રહેશે.

આ ટુર્નામેન્‍ટમાં દરમ્‍યાન દરેક મેચમાં વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ અને રનર્સ-અપ ટીમને પણ જુદા - જુદા પુરસ્‍કારો પણ આપવામાં આવશે તેમજ ટુર્નામેન્‍ટની મેન ઓફ ધ સીરીઝની વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ, બેસ્‍ટ બોલર, બેસ્‍ટ ફીલ્‍ડર વિગેરેને ઝાઝરમાન ઈનામો આપવામાં આવશે તેમજ સોશ્‍યલ મીડીયા મારફત ફેસબુક, યુ-ટયુબ વિગેરે જેવા માઘ્‍યમથી મેચોનુ લાઈવ પ્રસારણ કરવાનુ પણ આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા આયોજક ટીમ તથા જુદી - જુદી કમીટીઓની રચના કરવામાં આવી છે અને દરેક કમીટીને પોતાની કામગીરી સોંપવામાં આવેલ છે તેમજ આ સમગ્ર આયોજને દેવાંગભાઈ માંકડ, કૌશીકભાઈ ચાવડા, અનીલભાઈ દેસાઈ, ભગીરથસિંહ ડોડીયા, સુરેન્‍દ્રસિંહ વાળા વિગેરે નુ માર્ગદર્શન મળી રહયુ છે

આયોજનમા સંદીપભાઈ ડોડીયા, મોહીતભાઈ ગણાત્રા, કિરીટભાઈ ગોહેલ, પાર્થરાજસિંહ ચૌહાણ, અજયભાઈ પરમાર, મનોજભાઈ ડોડીયા, દિપકભાઈ પારેખ, વિશાલભાઈ માંડલીયા, રમેશભાઈ પંડયા, સહદેવ ડોડીયા, કાળુભાઈ ઓડ, નિકુંજભાઈ વૈદ્ય, કિરીટભાઈ કામલીયા, ભાગ્‍યેશ શાહ, અશોકભાઈ સામાણી, મયુર પાટડીયા, અક્ષય માંડલીયા, મયુરસિંહ હેરમા, મયંકભાઈ પાઉં, અનીરૂઘ્‍ધસિંહ વાળા, જયરાજસિંહ જાડેજા, મોહીલ ભીમજીયાણી, ચંદ્રેશ પરમાર, હાર્દીક ડોડીયા, હાર્દીક ગજેરા, રવિ પાનસુરીયા, જલાધી જવેરી વિગેરે જેહમત ઉઠાવી રહયા છે ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા માટેના ફોર્મ હાઉઝેટ સ્‍પોટર્સ કોર્નર રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન ચોક ખાતેથી મેળવી લેવા અને સંદીપ ડોડીયા મો.નં.૯૮રપ૬૯ર૬૦પ તથા મોહીતભાઈ ગણાત્રા મો.નં.૮૮૪૯રર૧૪પ૯ તથા પાર્થરાજસિંહ ચૌહાણ મો.નં.૯૦૧૯૮૯૯૯૯૯ તથા કિરીટભાઈ ગોહેલ મો.નં.૯૯ર૪પ૭૮પર૧ નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે

(3:51 pm IST)