Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પરેશ ધાનાણી પણ અમરેલીના વતનીઃ એકપણ ગાડી નથીઃ પપ લાખની જંગમ તો ૧ કરોડ ૧૦ લાખની સ્‍થાવર મિલકતઃ હાથ ઉપર માત્ર ૧ાા લાખ!!

ધાનાણીની સ્‍વ. ઉપાર્જિત મિલકત ૬૯ લાખઃ ર૦૦૦માં બી.કોમ. થયાઃ સ્‍વ. ઉપાર્જિત સ્‍થાવર મિલકત ૬૯ લાખનીઃ બેન્‍કમાં ૯૪ હજારની બેલેન્‍સઃ પત્‍ની સહિત ત્રણને ૪ર લાખ ઉછીના આપ્‍યાઃ એકપણ લોન કે દેણુ નથીઃ પતિ-પત્‍ની પાસે રપ લાખના દાગીના : કુલ ૪૪ એકર જમીનઃ વ્‍યવસાય સમાજ સેવા તથા ખેતીઃ દિકરી પાસે ૯૮ હજારનું એક સ્‍કૂટર છે, ગાંધીનગરમાં ૬૦ લાખનો પ્‍લોટ :ર૦૧૭ માં પરેશભાઇ પાસે ૩પ લાખની જંગમ મીલકત હતીઃ આજે ૧ કરોડ ૧૦ લાખની

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ઉમેદાવરી નોંધવનાર ૪૬ વર્ષના પરેશકુમાર ધીરજલાલ ધાનાણી (અમરેલી નિવાસી) એ આજે પોતાના સોગંદનામામામં મહત્‍વની વિગતો જાહેર કરી હતી, તેમનું મતદાર યાદીમાં નામ અમરેલી વિધાનસભા ભાગ નંબર ર૦૮ ક્રમાંક નં. ૭૪૭ પર નોંધવામાં આવ્‍યું છે. ફોન નં. ૯૪ર૬૯ ૩૮૦૦૭ જાહેર કર્યો છે.

શ્રી પરેશ ધાનાણીએ ર૦૧૮-૧૯ થી ર૦રર-ર૩ સુધીમાં સરેરાસ એવરેજ ૧૦ લાખ ૩૦ હજારથી ર૦ લાખથી વધુની આવક ઇન્‍કમ ટેક્ષ રિટર્નનમાં દર્શાવીછ ે. ર૦રર-ર૩ માં ૧ર લાખ ૬૦ હજાર દર્શાવી છે. જયારે પત્‍ની વર્ષાબેનના છેલ્લા ૬ વર્ષના ર૦૧૮ થી ર૦ર૩ ના રિટર્નમાં ૩ાા લાખથી પોણા પાંચ લાખ સુધીની આવક રિટર્નનમાં દર્શાવી છે.

તેમણે જાહેર કર્યુ છે તેમની સામે કોઇ ગુન્‍હા નોંધાયેલ નથી. પરેશભાઇ પાસે હાથ ઉપર ૧ લાખ ૪૦ હજાર તો પત્‍ની વર્ષાબેન પાસે ૧ લાખ પ૬ હજારની રોકડ છે, બંને પુત્રી સંસ્‍કૃતિ અને પ્રણાલી પાસે ર૦ હજાર અને ૧૦ હજારની રોકડ છે.

ગાંધીનગર-એસબીએફમાં પ૭ હજારની તો પત્‍ની પાસે અમરેલી એસબીઆઇમાં ર૮૧૪ ની બેલેન્‍સ, પુત્રી પાસે ૧૩ર૦૮ ની બેલેન્‍સ અમદાવાદની એસબીઆઇમાં છે. પરેશભાઇ પાસે રાજકોટની બેન્‍ક ઓફ ઇન્‍ડિયા પંચનાથ બ્રાંચ કે ચૂંટણી માટે ખાતુ ખોલાવ્‍યુ તેમાં કરંટ ખાતામાં ૩૭ હજારની બેલેન્‍સ દર્શાવાઇ છે. જયારે સ્‍ટાર હેલ્‍થના પ૦ હજારનો મેડીકલેઇમ તથા પત્‍ની પાસે અમરેલી પોસ્‍ટમાં ૪ લાખ ૩૭ હજારની બેલેન્‍સ દર્શાવાઇ છે.

શ્રી પરેશ ધાનાણીએ શરદભાઇ ધાનાણીને ૩૭ લાખ, લાભુબેન ધાનાણીને ૪ાા લાખ, વર્ષાબેનને ૧ લાખ ર૦ હજાર તથા ટીડીએસમાં ર લાખ રપ હજાર જમા કર્યા છે. જયારે પત્‍ની વર્ષાબેન દ્વારા કેરીપેક નેટવર્કને પ૦ હજાર અને લોન એડવાન્‍સ ૪ાા લાખના દર્શાવ્‍યા છે.

પરેશભાઇએ કોઇ મોટર-ગાડી નથી. હાથ ઉપર ૭ લાખ ૯ર હજારના ૧ર૦ ગ્રામ દાગીના, પત્‍ની  પાસે ૧૭ લાખ ૧૬ હજારના ર૬૦ ગ્રામ દાગીના તથા બે પુત્રીઓ ૪ લાખના ૬૦ ગ્રામ દાગીના છે. કુલ રોકડા-સોનુ- વિગેરે મળી પરેશભાઇએ પપ લાખ ૮૮ હજાર તથા વર્ષાબેન પાસે ર૮ લાખ ૧૩ હજારની વિગતો દર્શાવી છે.

પરેશભાઇ અને પત્‍ની વર્ષાબેન પાસે અમરેલી જીલ્લામાં ચાંચાઇ, ચાંદગઢ, અમરેલી, ચાંચઇ, અમરેલી વિગેરે થઇને ખેતીની ૪૪ એકર જમીન આવેલી છે. આ ઉપરાંત અમરેલીના ચાંદગઢ, અમરેલી, ચાંચઇ ખાતે વારસાઇ તથા સ્‍વ. ઉપાર્જિત મિલ્‍કતો આવેલી છે. જેની કિંમત ૬પ લાખ થવા જાય છે.

પરેશ ધાનાણીએ સોંગંદનામામાં ગાંધીનગરમાં ૩૩૦ ચો.મીટરનો પ્‍લોટ દેખાડયો છે, જેની કિંમત ૬૦ લાખ થવા જાય છે. ટુંકમાં પરેશભાઇએ સ્‍થાવર મિલ્‍કત ૧ કરોડ ૧૦ લાખ તથા પત્‍નીએ ૧પ લાખની દર્શાવી છે, પરેશભાઇ ઉપર કોઇ લોન નથી, પત્‍ની ઉપર ૧ લાખ ર૦ હજારનું દેવું છે.

પરેશભાઇએ પોતે વ્‍યવસાયમાં સમાજ સેવા અને ખેતી કરતા હોવાનું તથા પત્‍ની વર્ષાબેન -ઘરકામ અને પ્રાઇવેટ ટયુશન ચલાવે છે, પરેશભાઇ એપ્રિલ ર૦૦૦માં સૌરાષ્‍ટ્ર યુનિ.માંથી બી.કોમ ગ્રેજયુએટ થયા છે.

પરેશભાઇની જંગમ મિલ્‍કત પપ લાખ ૮૮ હજાર પત્‍ની વર્ષાબેનની ર૮ લાખ ૧૩ હજાર, જયારે સ્‍થાવર મિલ્‍કત ૧ કરોડ ૧૦ લાખ તો પત્‍નીની ૧પ લાખ રજૂ કરી સ્‍વ. ઉપાર્જિત-સ્‍થાવર મિલ્‍કત ૬૯ લાખ ૭ર હજારની અને વારસાગત મિલ્‍કત ૪૦ લાખ ૪ર હજારની દર્શાવી.

તો મતદાન કર

 

ચુંટવી છે તારે સરકાર

કરવું  છે  દેશનું   ભલું

તો મતદાન કર

 

લાંચ  રુશ્વત  કાઢવા  છે

આતંક, ગુંડાગીરી કાઢવા છે

તો મતદાન કર

 

કાયદાનું  રાજ લાવવું છે

સુખ શાન્‍તિથી જીવવું છે

તો મતદાન કર

 

૧ મતની કિંમત જાણવી છે,

સુમતિને નાગરિક ધર્મ પાળવા છે

 

તો મતદાન કર...

 

અચૂક મતદાન કરો

મતદાન કરો અને કરાવો

ડૉ. એસ.ટી.હેમાણી

તા. ૧૯-૪-૨૦૨૪

(3:56 pm IST)