Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

૧ર-૩૯ થઇ ગઇ અમને અંદર જવા દો.. કોંગ્રેસની પોલીસ સાથે માથાકુટ

રાજકોટ : કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણી આજે ફોર્મ ભરવા આવ્‍યા ત્‍યારે કલેકટર સમક્ષ એક અપક્ષ પણ ફોર્મ ભરતા હતા, આ દરમિયાન ૧ર-૩૯ નો સમય થઇ જતા, કોંગ્રેસના આગેવાનો ઉમેદવાર સાથે કલેકટરની ચેમ્‍બરમાં જવા લાગતા પોલીસે રોકી લેતા કોંગ્રેસના આગેવાનો- પરેશભાઇના એડવોકેટ તથા પોલીસના અધીકારીઓ સાથે કલેકટરની ચેમ્‍બરમાં જવા બાબતે માથાકુટ સર્જાઇ હતી, કોંગી આગેવાનોએ જણાવેલ કે ૧ર-૩૯ થઇ ગઇ છે, અમને અંદર જવા દયો. એમાં મામલો થોડો ગરમાયો હતો. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:14 pm IST)