Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પરેશ ધાનાણી અભિમન્‍યુ બની ૯ કોઠા વીંધશે

રાજકોટ : પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે સભા સંબોધતા વધુમાં જણાવ્‍યું હતું કે, પરેશભાઈ નામાંકન કરવા જાય તે પહેલાં ‘હે મા ખોડલ તું તેને શક્‍તિ આપ', મહાભારતનો સીન દેખાય છે. અભિમન્‍યુએ કહ્યું હતુ કે નવ કોઠા વીંધીશ તે રીતે પરેશ ધાનાણી અભિમન્‍યુ બની ૯ કોઠા વીંધશે. ૫ વર્ષ પહેલાં પાટીદાર યુવાનોના બલિદાનને યાદ કરજો. ૨૨ વર્ષ પહેલાં આ જ રૂપાલાએ કહ્યું હતું કે, આ દૂધ પીતા છોકરા શું કરી શકશે. પણ આ જ યુવાને પરસોતમભાઇ રૂપાલાને હરાવ્‍યા હતા. ત્‍યારે આ વખતે પણ આ જ રૂપાલાને ધાનાણી હરાવશે.

(4:19 pm IST)