Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની મબલખ આવક :સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ

કપાસ, મગફળી અને ટુકડા ઘઉં સહિતના પાકની જબરી આવક :ખેડૂતોને માંગ્યા મોંઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પહોંચ્યા યાર્ડ

રાજકોટ : રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને ટુકડા ઘઉં સહિતના પાકની મબલક આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોંઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે.

 

યાર્ડમાં આજે કપાસની 2600 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1270થી 1514 રૂપિયા ભાવ મળ્યા હતા

  રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 960 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1115થી 1326 રૂપિયા મળ્યો હતો. જ્યારે ઝીણી મગફળીની 1440 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1130થી 1245 રૂપિયા મળ્યો હતો .

  રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 165 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 330થી 650 રૂપિયા ભાવ મળ્યા હતા.

  રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 3100 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350થી 600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000થી 2850 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 272 ક્વિન્ટલ થઈ હતી

 

 

(8:19 pm IST)