Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

એસ.ટી. બસ સ્‍ટેશનમાં ભીડનો લાભ લઇ ગઠીયો કાલાવડના રાજેશભાઇનું પાકીટ સેરવી ગયો

યુવાનની એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૨૦:  શહેરના એસટી બસ સ્‍ટેશનમાં ભીડનો લાભ લઇ ગઠીયો કાલાવડ (શીતલા) ના યુવાનના ખીસ્‍સામાંથી રૂા.પ હજાર રોકડ તથા ડોકયુમેન્‍ટ સાથેનું પાકીટ સેરવી લેતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડના (શીતલા)માં સ્‍વામીનારાયણ સોસાયટી શેરીમાં રહેતા રાજેશભાઇ હસમુખભાઇ ઉનાગર (ઉ.વ.૩૮) એ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. રાજેશભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું હતું કે પોતે રાજકોટમાં જય કિશન એન્‍જીનીયરીંગમાં ટેકનીશ્‍યન તરીકે નોકરી કરે છે' અને એસટી બસમાં અપડાઉન કરે છે. તા.૧રના રોજ પોતે રાજકોટ નોકરીએ આવ્‍યા બાદ સાંજે છુટીને એસટી બસ સ્‍ટેશને ગયા અને પ્‍લેટફોર્મ નં. ૧૩ પર કાલાવડ જતી બસની રાહ જોતા હતા. થોડીવાર બાદ રાજકોટ-કાલાવડ રૂટની બસ આવતા પોતે બસમાં ચડતી વખતે ભીડ હતી. પોતે બસમાં બેસી ગયા બાદ પોતાના પેન્‍ટના પાછળના ખીસ્‍સામાં જોતા પાકીટ ખીસ્‍સામાં ન હોઇ તેથી કોઇ અજાણ્‍યો શખ્‍સ ભીડનો લાભ લઇ પોતાના ખીસ્‍સામાંથી ઓરીજનલ ડોકયુમેન્‍ટમાં ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાનકાર્ડ, તથા રૂા. પ૦૦૦ રોકડ ભરેલુ પર્સ ચોરી ગયો હોવાની ખબર પડી હતી. બાદ પોતે કાલાવડ જતા રહયા હતા. ગઇકાલે પોતે રાજકોટ આવ્‍યા બાદ એ. ડીવીઝન પોલીસ મથકમાં બનાવની જાણ કરતા પોલીસે પોતાની ફરીયાદ દાખલ કરી એએસઆઇ કે.કે.માઢકે તપાસ હાથ ધરી છે.

 

 

(12:12 pm IST)