Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

સહેલી કલબ દ્વારા બહેનો-બાળકો માટે ટોકન દરે વિવિધ વર્ગો શરૂ થશે

રાજકોટ તા. ર૦: સહેલી લેડિઝ કલબ દ્વારા એક સાથે ત્રણ જગ્‍યા પર બહેનો અને બાળકો માટે વિવિધ કલાસીસ તા. રર સોમવારે બપોરે ૩ થી ૭ દરમિયાન ટોકન દરે શરૂ કરી રહી છે.જેમાં બ્‍યુટી પાર્લર, ડાન્‍સ અને દાંડિયાનાં ૧૦ દિવસનાં વર્ગો રૂા. ૧પ૦નાં ટોકનદરે એક સાથે બે જગ્‍યાએ શરૂ થાય છે. સાથે સાથે સ્‍પોકન ઇંગ્‍લીશનાં વર્ગો પણ શરૂ થાય છે.

(૧) સ્‍ટેમોન લર્નિંગ સેન્‍ટર, મણી ભુવન, સાધુ વાસવાણી રોડ, નક્ષત્ર-૮ પછી, સનસીટી સામે (ર) રહેવર સ્‍કૂલ, ૧, કૃષ્‍ણનગર, સ્‍વામિનારાયણ ચોક પાસે, મવડી પ્‍લોટ, કૃષ્‍ણ ડેરી સામેની શરેી, (૩) છગ ગૃપ ટયુશન કલાસ સર્વેશ્‍વર ચોક, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ. મો. ૯૯ર૪૭ પ૩૭રર.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહેલી કલબનાં પ્રમુખ જીતાબેન દત્તાણી, જલ્‍પા દત્તાણી, સુનિતા પઢિયાર, જસ્‍મીનાબેન સાંગાણી, કોમલ અગ્રાવત, જયોતિ પોરીયા, અવનિ ઠાકર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ખુશી ઠાકર મો. ૯૯ર૪૭ પ૩૭રર, ૮૪૬૦૯ ૧૬પ૩૦. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:48 pm IST)