Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ક્ષત્રિયોના નિર્ણાયક મતોવાળી ૮ સીટો ઉપર ભાજપને ભારે પાડી દેશું : પી.ટી.જાડેજા

રાજયના ૫ ઝોનમાં રર એપ્રિલથી ધર્મરથ કાઢી ભાજપ વિરૂધ્‍ધ મતદાન કરવા લોકોને જાગૃત કરાશે :ક્ષત્રિય સમાજનુ નવુ સુત્ર ‘મત એ જ શષા ' આજથી રાજ્‍યભરમાં વિરોધ : દરરોજ એક જિલ્લામાં પ્રતીક ઉપવાસ, તમામ ૨૬ બેઠકો પર ભાજપને હરાવવાના પ્રયત્‍નો કરાશેઃ કરણસિંહ ચાવડા : જીલ્લા-તાલુકા અને દરેક ગામદીઠ તેમજ શહેરમાં વોર્ડવાઇઝ ક્ષત્રીય સમાજનું સંગઠન ઉભુ કરાશે : ક્ષત્રીય સમાજ એક છે કોઇ ફાંટા નથી : આંદોલનને નુકશાન પહોંચાડવા માટે અનેક પ્રયાસો થઇ રહયા છે અને થશે પરંતુ ક્ષત્રીય સમાજને તેની કોઇ અસર નહિ થાય

રાજકોટઃ આજે દોઢસો ફુટ રીંગ રોડ ઉપર આવેલી રાજપુત કન્‍યા છાત્રાલય ખાતે  ગુજરાત રાજપુત યુવા સંઘના આંતરરાષ્‍ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજા, રાજભા ઝાલા, આર.ડી.જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા અને દેવેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ) એ ક્ષત્રીય સમાજના રૂપાલા વિરોધી આંદોલન પાર્ટ-ર અંગે માહીતી આપી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા) (૪.૩૦)

રાજકોટ, તા., ર૦: ગઇકાલે ક્ષત્રીય સમાજના ‘રૂપાલા હટાવ' આંદોલન પાર્ટ-ર ની જાહેરાત ગોતા-અમદાવાદ રાજપુત સમાજ ભવન ખાતે કરવામાં આવી હતી. આ અંગેની વિગતો આપવા આજે રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરીષદમાં  રાજપુત સંઘના આંતરરાષ્‍ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવ્‍યું હતું કે, નિર્ણાયક ક્ષત્રીય મતોવાળી ૮ જેટલી સીટો ઉપર ભાજપને ભારે પાડી દેશું. ર૬ સીટ ઉપર ભાજપને હરાવવાના તમામ પ્રયાસો કરીશું. ૯ર સંસ્‍થાઓની સંકલન સમીતી હવે પ૦૦ ઉપર પહોંચી ગઇ છે. ક્ષત્રીય સમાજમાં કોઇ ભાગ નથી.

પરસોતમ રૂપાલા પાસે હજુ પણ ટીકીટ પાછી ખેંચવાની તક છે. આગામી દિવસોમાં આણંદ અને વડોદરામાં સંમેલનો કરવાની જાહેરાત પણ પી.ટી.જાડેજાએ સંકલન સમીતી વતી કરી હતી. પદમીનીબા વાળા અને યુવરાજસિંહ જાડેજાએ સંકલન સમીતી સામે ઉઠાવેલા સવાલો વિષે તેમણે જણાવ્‍યું હતું કે, એ તેમના વ્‍યકિતગત નિવેદનો છે. ક્ષત્રીય સમાજમાં કોઇ ભાગ નથી. સંપુર્ણ એકતા છે. અત્‍યાર સુધી જે રીતે કાયદાનું પાલન કરવા સાથે વિરોધ  પ્રદર્શીત કરવામાં આવ્‍યો છે તે રીતે જ લડત પાર્ટ-ર માં પણ લોકશાહી ઢબે, બૌધ્‍ધિક રીતે રૂપાલા હટાવ આંદોલનને તબક્કાવાર વિસ્‍તૃત બનાવી ભાજપ વિરૂધ્‍ધ મતદાન કરાશે અને કરાવવામાં આવશે.

દરમિયાન ગઇકાલે અમદાવાદ ખાતે સંકલન સમીતીના અગ્રણી કરણસિંહ ચાવડાએ પ્રેસ કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું હતું કે, વિરોધ કરવા માટે યુવાનની એક અલગ કમિટી બનાવવામાં આવશે, કાલે ફરી એકવાર ક્ષત્રીય સમાજના આગેવાનો રાજકોટ આવશે. દરેક જિલ્લામાં પ્રવક્‍તાની નિયુક્‍ત કરાશે. રાજ્‍યના પાંચ ઝોનમાં અલગ અલગ પાંચ ધર્મરથ પણ કાઢવામાં આવશે. ક્ષત્રિય આગેવાનોએ કાલે પ્રેસ કોન્‍ફરન્‍સમાં વિગતો આપી હતી.

શ્રી ચાવડાએ જણાવ્‍યું હતું કે,  દરરોજ એક જિલ્લામાં પ્રતીક ઉપવાસ, સાત દિવસ સુધી રાજપુત સમાજની બહેનો દ્વારા પણ પ્રતિક ઉપવાસ કરાશે. તમામ ૨૬ બેઠકો પર ભાજપને હરાવવાના પ્રયત્‍નો કરાશે, ક્ષત્રિય સમાજનું નવું સૂત્ર ૅમત એ જ શષૉ. વિરોધ કરવા માટે યુવાનની એક અલગ કમિટી બનાવવામાં આવશે, આવતીકાલે ફરી એકવાર ક્ષત્રીય સમાજના આગેવાનો રાજકોટ આવશે. દરેક જિલ્લામાં પ્રવક્‍તાની નિયુક્‍ત કરવામાં આવશે, કાળા વાવટા ન ફરકાવવા દેવા મુદ્દે ભ્‍ત્‍ન્‍ કરાશે,રાજ્‍યના પાંચ ઝોનમાં અલગ અલગ પાંચ ધર્મરથ પણ કાઢવામાં આવશે

સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા ગઇકાલે થયેલ જાહેરાત મુજબ

-૨૬ લોકસભા સીટ ઉપર ભાજપ નો જાહેર મા વિરોધ જાહેર કરી ્રૂ વિરૂદ્ધ મા સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવુ.

(દુશ્‍મન નો દુશ્‍મન આપણો દોસ્‍તની નીતી અખત્‍યાર કરવામાં આવશે)

-ગુજરાત ના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધમાં મતદાન કરાવવા સર્વ સમાજ ને આહવાન કરવું.

-ભાજપ ના જાહેર સભાઓ મા કાળા વાવટા ની જગ્‍યા એ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરવો

- મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસ નો ક્રમિક પ્રતિક ઉપવાસ ઉપર બેસવું.

-દરેક જિલ્લાઓ ની સામાજિક સંસ્‍થા (કમિટી) દ્વારા શિસ્‍ત અને સંયમ થી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવા.

- ગુજરાત ના ૫ ઝોન મા ૨૨ એપ્રિલ થી ધાર્મિક સ્‍થળ થી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકો ને જાગળત કરવા.

- દરેક ગામડા / શહેરમાં  બુથ આયોજન કરીને ભાજપ વિરૂદ્ધમાં વધારે મતદાન કરાવવું

- ૭ મે મતદાન દિવસ સુધી ક્ષત્રિય સમાજ ના લાખો લોકો ની ઊર્જા અને ઉત્‍સાહ ચેતનમંય રહે એ માટે ભાજપ વિરૂદ્ધ મા સતત કાર્યક્રમો આપતા રહેવા.

- માત્ર ગુજરાત નહિ પણ સમગ્ર ભારત ના રાજ્‍યો સુધી આ આંદોલન પહોચાડવામા આવશે.

(2:55 pm IST)