Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

રાજકોટ સહિત જિલ્લા પંચાયતોના ૨૪૬ કર્મચારીઓ ગીર સોમનાથ જિલ્લામાં સર્વેમાં મુકાયા

રાજકોટ,તા. ૨૦: તાજેતરમાં આવેલ વાવાઝોડા થી રાજયના કેટલાક જિલ્લાઓમાં થયેલ નુકસાન નો  તાત્કાલિક સરવે કરવા માટે સૂચના આપવામાં આવી છે. સરવે ની કામગીરી તાત્કાલિક શરૂ કરી, સત્વરે પૂરી કરવા માટે, જિલ્લામાં ઉપલબ્ધ સ્ટાફ ઉપરાંત વધારાનો સ્ટાફ ફાળવવા રાજય સરકારે નિર્ણય કર્યો છે..

આ સંદર્ભે ગીર સોમનાથ જિલ્લામાં વધારાનો સ્ટાફ ફાળવવા માટે, જિલ્લા  તરફથી વિકાસ કમિશનરશ્રી મારફત મળેલ દરખાસ્તને અધિક મુખ્ય સચિવશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અને  સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લામાંથી ૨૪૬ કર્મચારીઓ લોન સેવા પર ગીર સોમનાથ જિલ્લામાં તાત્કાલિક મોકલવા આદેશ કરવામાં આવે છે.

આ કર્મચારીઓ સરવે ની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ગીર સોમનાથ જિલ્લામાં લોન સેવા થી ફરજ બજાવશે. કર્મચારીઓને મોકલવા બાબતે સંબંધિત ડીડીઓએ અત્યારે જ નિર્ણય કરીને, તેઓને ગીર સોમનાથ જિલ્લામાં મોકલવાની વ્યવસ્થા કરવી. આ કર્મચારીઓને રહેવા- જમવાની વ્યવસ્થા ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવાની રહેશે.

(11:44 am IST)