Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

મારી દિકરીએ શું પહેરવું એ તમારે શીખવવાની જરૂર નથી...એવું સમજાવવા ગયેલા પિતાને છરીના ઘા, આંતરડા કાઢી નાંખ્યા

શેરીમાં આવા કપડા પહેરીને નીકળવું નહિ એવું કહી ઉદયનગરમાં ૪ જણાએ બાળાને પજવી પછી તેના વાલી પર હુમલો કર્યો : ઘનશ્યામભાઇ જાદવને ગંભીર ઇજાઃ તેમના મોટા ભાઇ દિનેશભાઇ વચ્ચે પડતાં તેના ઉપર પણ હુમલોઃ હત્યાની કોશિષનો ગુનો : માલવીયાનગર પોલીસે વિશાલ સનડા, રાજવીર, તુષાર અને તેજસ સામે ગુનો નોંધ્યોઃ વિશાલ સકંજામાં

રાજકોટ તા. ૨૦: મવડી ચોકડી પાસે ઉદયનગર-૨ શેરી નં. ૭માં બાલાજી બેકરી પાસે ચાર શખ્સોએ પંદર વર્ષની બાળા પોતાના ઘરેી મોટા બાપના ઘરે જતી હતી ત્યારે તેણીને 'આવા કપડા પહેરી શેરીમાં ન નીકળવં' તેમ કહી પજવણી કરતાં બાળાએ ઘરે વાત કરતાં તેણીના પિતા અને કાકા આ શખ્સોને સમજાવવા આવતાં બંને પર ચારેય શખ્સોએ છરીથી હુમલો કરી પડખા-પેટમાં ઘા ઝીંકી દેતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં બાળાના પિતાને તો આંતરડા બહાર નીકળી ગયા હતાં. માલવીયાનગર પોલીસે હત્યાની કોશિષનો ગનો નોંધી એક આરોપીને સકંજામાં લીધો છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે ઉદયનગર-૨ શેરી નં. ૭માં રહેતાં અને દરજી કામ કરી ગુજરાન ચલાવતાં ઘનશ્યામભાઇ બાબુભાઇ જાદવની ફરિયાદ પરથી વિશાલ મનિષભાઇ સનડા, રાજવીર પરમાર, તુષાર રમેશભાઇ જેઠવા અને તેજસ વિરમભાઇ ઉર્ફ કનુભાઇ તરવાડીયા સામે આઇપીસી ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ઘનશ્યામભાઇને સંતાનમા બાર વર્ષનો પુત્ર અને પંદર વર્ષની પુત્રી છે. ઘનશ્યામભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારી દિકરી ઘરેથી ચાલીને નજીકમાં રહેતાં મારા મોટા ભાઇ દિનેશભાઇના ઘરે ગઇ હતી. ત્યાંથી આવીને મને વાત કરી હતી કે હું મોટા બાપુના ઘરેજતી હતી ત્યારે હતી.ઘરે આવી મને વાત કરેલ કે આપણા લત્તામાં રહેતા વિશાલ મનીષભાઇ સનડા તથા રાજવીર પરમાર તથા તુષાર રમેશભાઇ જેઠવા તથા તેજશ વિરમભાઇ ઉર્ફે કનુભાઇ તરવાડીયા એમ ચારેય જણાઅ મન કહલું  કે આવા કપડા પહેરીને શેરીમા નીકળવાનુ નહિ. દિકરીની આ વાત સાંભળી હુ તરત જ ઘરની બહાર શેરીમા ગયેલ તો ત્યાં ચારેય બેઠા હોઇ જેથી  મેં આ ચારેયને મારી દિકરીને કેવા કપડા પહેરવા તે તમારે શીખવવાની જરૂર નથી તેમ કહેતા  ચારેય ઉશ્કેરાઇ ગયેલા અને મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ.

 મે તેમને ગાળો દેવાની ના પાડતા ચારેય જણા મને ઢીકાપાટુ મારવા લાગેલ દરમ્યાન મારા ભાઇ દિનેશભાઇ બાબુભાઇ જાદવ આવી જતા અને છોડાવવા વચ્ચે પડતા આ ચારેય જણા તેમને પણ માર મારવા લાગેલ. દરમ્યાન અમે કાંઇ સમજીએ તે પહેલા તુષાર જેઠવા તથા તેજશે મને પકડી રાખેલ અને જોર જોરથી રાડો પાડી 'આજે તો તારૂ પુરૂ કરી નાખવું છે' તેમ કહી રાજવીરે નેફામાથી છરી કાઢી મને જમણી સાઇડે પડખામા એક જોરદાર ઘા મારી દીધેલ અને મારા આંતરડા બહાર કાઢી નાખેલ તેમજ એક ઘા ડાબી સાઇડએ પડખામાં મારી દીધેલ અને હુ લોહી લુહાણ થઇ ગયો હતો.

મારાભાઇ દિનેશભાઇને વિશાલ સનડાએ પોતા પાસે રહેલ છરી વડે એક ઘા પેટથી નીચે મારી દેતા અમો દેકારો કરવા લાગતા મારો મારો ભત્રીજો રવી દિનેશભાઇ તથા શેરીના અન્ય માણસો ભેગા થઇ જતા આ ચારેય જણા ત્યાંથી ભાગી ગયેલ અને મને તથા મારા ભાઇને વધારે પડતી ઇજા થયેલ હોય અને મારા ભાઇ હસમુખભાઇ પણ આવી ગયેલ હોય તેઓ અમને બંનેને રીક્ષામા બેસાડી પ્રથમ આશીર્વાદ હોસ્પીટલ મવડી રોડ ખાતે સારવારમાં લઇ ગયેલ. જ્યા મને પેટના ભાગે પાટો બાંધી તેમ  મારા ભાઇને પણ જરૂરી પાટા બાંધી ત્યાથી એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં.બનાવ અંગે પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં એએસઆઇ જી. વાય. પંડ્યાએ ગુનો નોંધ્યો છે. પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ સહિતની ટીમે દોડધામ આદરી એક આરોપી વિશાલને સકંજામાં લઇ લીધો છે.

(11:44 am IST)