Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

રૈયાધારમાં વિધવા મંગુબેનના ઘરમાં તોડફોડ, તેના દિકરા શકિત પર હુમલો

પડોશી મારવાડી દંપતિએ ધમાલ મચાવ્યાનો મહિલાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૦: રૈયાધાર મફતીયાપરામાં રહેતાં બાવાજી મહિલાના ઘરમાં પરમ દિવસે રાતે પડોશીએ ધમાલ મચાવ્યા બાદ ગત રાતે આ મહિલાના દિકરા પર લાકડીથી હુમલો કરી માથું રંગી નાંખતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રૈયાધારમાં રહેતાં વિકલાંગ અને ભીક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતાં શકિત હિરાગરભાઇ ગોસાઇ (ઉ.વ.૩૨)ને તેના પડોશીએ લાકડીથી માર મારતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. શકિતના માતા મંગુબેનના કહેવા મુજબ પડોશી દારૂ પી વારંવાર ઝઘડા કરે છે. પરમ દિવસે રાતે પણ ઘરમાં ઘુસી તોડફોડ કરી પાટુ માર્યુ હતું. ગઇરાતે  મારો દિકરો જે એક હાથે વિકલાંગ છે તે ડેલીએ ઉભો હતો તો તેના પર હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(12:39 pm IST)