Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

રાજકોટમાં આજે ૨૧ મોતઃ નવા ૪૨ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે બે પૈકી એક મૃત્ય જાહેરઃ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ૧૭૯૩ બેડ ખાલી

રાજકોટ તા. ૨૦: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૨૧નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૪૨ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૯નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૦નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૨૧ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૧૭ પૈકી ૧ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૩૮૭૫ બેડ ખાલી છે.

નોંધનીય છે કે શહેરમાં કોરોનાનું  સંક્રમણ વધતા શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

બપોર સુધીમાં કોરોનાના ૪૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૦,૩૪૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૩૮,૮૩૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૩૦૧૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૨  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૫૮ ટકા થયો  હતો. જયારે ૩૫૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૧,૦૮,૧૭૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૦,૩૪૭  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૯૬.૩૪ ટકા થયો છે.

(3:01 pm IST)