Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

રામભાઇ મોકરિયા વતન પોરબંદરમાં વાવાઝોડા સમયે રાઉન્ડ ધ કલોક લોકોની મદદમાં રહ્યાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦: દરિયા કાંઠે વાવાઝોડાને લીધે જાનહાની થાય નહિં તે માટે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયા વાવાઝોડા દરમિયાન લોકોની મદદમાં રહેવા વહીવટી તંત્રના અધિકારીઓને રાઉન્ડ ધ કલોક માર્ગદર્શન અને સુચનો આપતા રહ્યાં હતાં.

મુળ પોરબંદરના વતની રામભાઇ મોકરિયા દરિયાં કાંઠે વાવાઝોડાની આગાહી થઇ ત્યારથી વતનના લોકોની મદદ માટે એલર્ટ બની ગયાં હતાં. લોકોએ રામભાઇની સેવાને બિરદાવી હતી રામભાઇએ અસરગ્રસ્તોની મુલાકાત લઇને લોકોને કોઇપણ પ્રકારની જરૂરિયાત હોય તો મને કહો મારો ફોન ર૪ કલાક ચાલું છે તેમ લોકોને જણાવતા હતાં રામભાઇ મોકરિયા પોરબંદરમાં ટુંક સમયમાં કાયમી કાર્યાલય ખોલી રહ્યાં છે.

(2:59 pm IST)