Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

રાજકોટ જિ.પં. ને ૫૦ ઓકસીજન મશીનની ભેટ

ભાલ (કો-ફાઉન્ડર અર્બન) અને સુરજ બીપીનભાઇ મહેતા (કે.પી.એમ.જી. ઇન્ડિયા) દ્વારા સીંગાપોરથી મંગાવીને ૫૦ ઓકસીજન કન્સન્ટ્રેટર મશીન રાજકોટ જિલ્લા પંચાયતને અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે જિ. પં. પ્રમુખ ભુપતભાઇ બોદર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ પી. શાહ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. એમ. અલી, કયુ. એમ. અધિકારી ડો. પપ્પુકુમાર સિંગ, વહીવટી અધિકારી ડી. પી. ગોંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પોર્ટેબલ મશીનની ખાસીયત એ છે કે તે હવામાંથી નાઇટ્રોજન અલગ કરી શુધ્ધ ઓકસીજન સપ્લાય કરે છે.

(3:04 pm IST)