Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

જમીનમાં ગેરકાયદે કબજા બાબતે મારકુટ કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ર૦ :  અત્રે મારી નાખવાના ઇરાદાથી કાવતરૂ રચી માર મારવાના ગુનામાં પકડાયેલા આરોપીઓને જામીન મુકત કરવા સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના માલવીયાનગર પો. સ્ટે.માં ફરીયાદી સમીરભાઇ વલ્લભભાઇ અઘેરા, એ. પો. સ્ટે.માં આઇ.પી.સી.કલમ ૩રજ્ઞ, ૩રપ, ૩ર૩, ૧ર૦ (બી) ૩૪૧ તથા જી.પી. એકટ કલમ ૧૩પ (૧) મુજબની ફરીયાદ નોંધાવેલી, ફરીયાદમાં જણાવેલ કે ફરીયાદીની માલીકીનો પ્લોટ વાવડી-સર્વે નં.૪૧/૧ ખાતે આવેલ હોય તેમાં આરોપી નં. ૧ એ તેના ભાઇ એ ગેરકાયદેસર કબજો કરેલ હોય, તે સંબંધે આ કામના ફરીયાદી એ રાજકોટ તાલુકા પો. સ્ટે.માં ફરીયાદ કરેલ હોય, તે વખતે બન્ને પક્ષકારોને સમાધાન થઇ ગયેલ હોય, આરોપીને કબજો સોંપેલ હોય, તેનો ખાર રાખી, આરોપી તથા બે અજાણ્યા ઇસમોએ ફરીયાદી અને તેના પિતા જતા હોય તેની કાર રોકાવી, આરોપીઓએ હથીયાર વડે માર મારતા ફરીયાદીને ધક્કો મારી ફરીયાદીને ઇજા કરેલી હોય, તે ગુનામાં તપાસનીશ અધીકારીઓએ અનવરભાઇ ઉર્ફે અન્ટીડો ગનીભાઇ મેમણ તથા (ર) અજય ઉર્ફે ગજની રાજુભાઇ ડોડીયા વગેરે સામે ગુનો નોંધાવેલો, જે ફરીયાદી અનુસંધાને તપાસનીસ અધિકારીશ્રીએ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલા.

જેલ હવાલે રહેલા આરોપીઓએ પોતાને જામીન ઉપર મુકત કરવા માટે જામીન અરજી ગુજારતા, કેસની હકિકત સાહેદોની જુબાની અને બચાવ પક્ષના વકીલોની રજુઆતને ધ્યાને લઇને રાજકોટના જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજએ આ કામના ઉપરોકત આરોપીઓને શરતી જમીન ઉપર મુકત કરેલ છે.

આ કામનાં અરજદાર/આરોપીન બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ બોરીચા, મનીષાબેન પોપટ, પ્રકાશભાઇ કેશુર, અહેસાન એ. કલાડીયા, સી.એચ. પાટડીયા, જી.એમ. વોરા, વિજયભાઇ સોંદરવા, જયેશભાઇ જે. યાદવ, એન.સી. ઠક્કર, અહેસાન એ. કલાડીયા વગેરે રોકાયેલા હતા અને આ કામમાં આ. કલાર્ક લલીતભાઇ ચુનીલાલ બારોટને સહકાર આપેલ છે.

(3:05 pm IST)