Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

નાળોદાનગરમાં તીનપત્તીનો જુગાર રમતા ૫ ઝડપાયા

ભકિતનગર પોલીસનો દરોડો : મનીષ, મુકેશ, અમીત, હસમુખ અને રાજેશની ધરપકડ : જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૨૦ : શહેરના નાળોદાનગરમાં ભકિતનગર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ નાળોદાનગરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. અરવિંદભાઇ ફતેપરા અને કરણભાઇ કોઠીવાળને બાતમી મળતા પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે.કામળીયા, એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ, ભાનુભાઇ મીયાત્રા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગૌસ્વામી, અરવિંદભાઇ, કરણભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મૈસુરભાઇ, મનીષભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ, હિતેન્દ્રસિંહ તથા રાજેશભાઇ સહિતે દરોડો પાડી નાળોદાનગર શેરી નં. ૭માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા નાળોદાનગર શેરી નં. ૭માં રહેતા મનીષ વૃજલાલભાઇ ખખ્ખર, મુકેશ ભીખાભાઇ પાતર, અમીત રમેશભાઇ વાઘેલા, હસમુખ ભીખાભાઇ પાતર અને રાજેશ મનસુખભાઇ પંચાસરાને પકડી લઇ રૂ. ૧૨૫૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)