Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

પેડક રોડ પરથી દારૂની ૧૩ બોટલ સાથે હરેશ નગવાડીયા પકડાયો

રાજકોટ તા. ૨૦ : પેડક રોડ પર બી-ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૩ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ પેડક રોડ પર એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની બી-ડીવીઝન પોલીસ મથકના કોન્સ. પરેશભાઇ સોઢીયા અને સંજયભાઇ મીયાત્રાને બાતમી મળતા પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ. વીરમભાઇ, સલીમભાઇ, હેડ કોન્સ. અજયભાઇ, મનોજભાઇ, હેમેન્દ્રભાઇ, જયદીપસિંહ, પરેશભાઇ, સંજયભાઇ, મીતેશભાઇ, ચાપરાજભાઇ, વિશ્વજીતસિંહ, નિરવભાઇ સહિતે પેડક રોડ પર મેલડી માતાજીના મંદિર પાસેથી રૂ. ૬૫૦૦ની કિંમતની દારૂની ૧૩ બોટલ સાથે હરેશ રામજીભાઇ નગવાડીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:11 pm IST)