Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા વૃધ્ધનું બીમારી સબબ મોત

રાજકોટ તા. ૨૦ : સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડની સામે એક અજાણ્યા વૃધ્ધનું બીમારી સબબ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડની સામે એક આશરે ૬૦ વર્ષનો અજાણ્યો વૃધ્ધ બીમારી સબબ બેભાન હાલતમાં પડયો હોઇ, સામાજીક કાર્યકર રમણીકભાઇ પરમારે તેને સારવાર માટે ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. વિમલેશભાઇ તથા રાઇટર ગૌતમભાઇએ કાર્યવાહી કરી વૃધ્ધની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્ધના વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:11 pm IST)