Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

પોપટપરા રામજી મંદિરનો શનિવારે ૫૬મો પાટોત્સવ

પૂ.રણછોડદાસજી બાપુએ કહેલું, જો લોગ ચિત્રકુટ નહી જા સકતે, વો લોગ યહાં પોપટપરા મેં શ્રી રાઘવેન્દ્ર યુગલ સરકારશ્રી કા દર્શન કર સકતે હૈ : કાલથી શ્રી રામચરિત માનસજીના અખંડ પાઠનો પ્રારંભઃ પૂજન, આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમોઃ ધર્મપ્રેમીજનોએ પોતપોતાના ઘરે જ પૂજન અર્ચન કરવા અનુરોધ

રાજકોટઃ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુ દ્વારા પોતાના સ્વહસ્તે વૈશાખ સુદ-૧૦, ૧૯૬૫માં શ્રી રાઘવેન્દ્ર યગુલ સરકારની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી, જેમની તા.૨૨ શનિવારનાં રોજ ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬ વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. આ શ્રી રામજી મંદિર, પોપટપરામાં પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી

બાપુશ્રીએ કહ્યું કે, જો લોગ ચિત્રકુટ નહી જા સકતે, વો લોગ યહાં પોપટપરામેં શ્રી રાઘવેન્દ્ર યુગલ સરકારશ્રી કા દર્શન કર સકતે હૈ.

આ ૫૬માં પાટોત્સવ નિમિતે સવારે ૬:૩૦ કલાકે, શ્રી રામચંદ્રજી ભગવાનનું અભિષેક અને પુજન, મંદિરનાં ગર્ભગૃહમાં સવારે ૮ કલાકે, દેહ શુધ્ધી સવારે ૮:૩૦ કલાકે, સ્થાપના તથા પુજન સવારે ૯:૩૦ કલાકે, શ્રી લઘુરામ યજ્ઞ પ્રારંભ, બપોરે ૧૨:૧૫ કલાકે, બીડુ હોમવાનો સમય-૧૨:૩૯ કલાકે, પાટોત્સવની આરતી.

આ ૫૬માં પાટોત્સવ નિમિતે તા.૨૧ શુક્રવારનાં સીતાનવમીનાં રોજ શ્રી રામચરિત માનસજીનાં અખંડ પાઠનો પ્રારંભ કરવામાં આવશે.સર્વે ધર્મપ્રેમી ભાઈ- બહેનો તથા ગુરૂભાઈ- બહેનોએ પોતપોતાના ઘરે રહીને જ પુજન તથા શ્રી રામરક્ષાસ્ત્રોત્ર, શ્રી રામસ્તવરાજ તથા શ્રી રામાયણજીના પાઠ કરવા અનુરોધ કરાયો છે.

(3:52 pm IST)