Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

માર્કેટીંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરાવોઃ માર્કેટીંગ યાર્ડ એજન્ટ કમિશન એસોસીએશન

મગફળી, કપાસ, તલ, મગ વિ.નું જણસનું વેચાણ ચાલુ હોય ચાલુ કરવા માંગઃ સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરવા તૈયાર

રાજકોટઃ કોરોના મહામારીના કારણે ગુજરાત સરકારના આદેશ મુજબ ગુજરાતભરના માર્કેટીંગ યાર્ડ છેલ્લા એક મહિનાથી બંધ કરવામાં આવેલ હોય ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયેલ છે. ત્યારે રાજકોટમાર્કેટીંગ યાર્ડનું કામકાજ ધીમે ધીમે સરકારની ગાઇડ લાઇન મુજબ શરૂ કરવા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડ કમીશન એજન્ટ એસો. રાજકોટ દ્વારા રાજકોટ માર્કેટીંગ યાર્ડ સેક્રેટરીશ્રીને રજુઆત કરાઇ છે.

૨૧ તારીખથી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો હરરાજીમાં માલ વેચી શકે તેના માટે મગફળી, કપાસ, એરંડા, તલ અને મગ જેવી જણસ જે દરરોજ વેચાણ થતુ હોય તેવી જણસી ચાલુ કરવુ જરૂરી છે.

જે સરકાર તેમજ માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો જે આદેશ આપે તેનુ પાલન કરવા માટે બાહેંધરી આપવામાં આવશે તેમ રજુઆતના અંતમાં જણાવાયું છે.

(3:52 pm IST)