Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

પ્રિ.ડો.યજ્ઞેશ જોષી સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની આર્ટસ ફેકલ્ટીના અધર ધેન ડીન તરીકે બિન હરીફ ચુંટાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની તાજેતરમાં યોજાયેલ વિવિધ ચૂંટણીઓમાં શ્રીમતી જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશ એમ.જોશી સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની સૌથી મોટી ફેકલ્ટીના અધર ધેન ડીન તરીકે બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. પ્રા. જે.કે.ડોડીયાએ તેમનું ફોર્મ પરત ખેંચતા શ્રી યજ્ઞેશ જોષી બિનહરીફ વરણી પામ્યા છે.

પ્રિ.ડો. શ્રી યજ્ઞેશ જોષી અગાઉ બેટર્મ સિન્ડીકેટ સભ્ય તરીકે પ્રિન્સીપાલ બેઠક ઉપરથી ચુંટાયા હતા. તેઓ ૧૯૯૭થી સેનેટ મેમ્બર તરીકે સતત ચુંટાતા આવે છે. ૧૯૯૭માં પણ તેઓ અધર ધેન ડીન તરીકે આર્ટસ ફેકલ્ટીમાં શ્રીમતી સેદાણીને પરાજય આપી ચુંટાયા હતા. ડો. જોષી હાલ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી વિસ્તાર પ્રિન્સીપાલ એસોસીએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. તેઓ ૧૯૯૮ થી ૨૦૦૫ સુધી સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી અધ્યાપક મંડળના મહામંત્રી તરીકે પણ અધ્યાપકોના પ્રશ્નોને લઇને લડત ચલાવી હતી. તેઓને અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:53 pm IST)