Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

શાસન નિંદા ન થાય તે માટે પ્રથમ સંથારોગ્રહણ કરી પૂ.મનહરમુની મ.સા.એ આત્મબલીદાન આપ્યું

પૂ.ગુરૂદેવના સંસારી પરિવારનો સોશ્યલ મિડીયામાં મેસેજ

રાજકોટ : જૈન સાધુ જેટલા સરળ અને નમ્ર હોય તેટલા જ ભગવાનની આજ્ઞા મુજબની વાતમાં નિશ્ચલ અને અડગ હોય.જૈન શાસનની રક્ષા માટે સમકિતી આત્માઓએ ભુતકાળમાં આત્મબલિદાન કરેલ છે વર્તમાનમાં કરી રહયા છે અને ભવિષ્યમા કરશે.

જૈન કથાનકમાં ઉદાયન રાજાની વાત આવે છે ઉદાયન રાજા ચુસ્ત બારવ્રતધારી શ્રાવક હતા તેઓ છઠ્ઠા ખામણામા શ્રાવકનુ વર્ણન આવે છે તેવા મહિનામા બે ચાર છ પૌષધના કરનાર હતા તેમનો એક વેરી હતો તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હુ ઉદાયન રાજાને મારી ને જ જંપીશ પણ આ તો રાજા હતા તેમની સિકયોરિટી જોરદાર હતી પણ આ વેરી પણ બુધ્ધિશાળી હતો તેમણે રાજા ના ગુરૂ પાસે દિક્ષા લીધી પણ એક ધારદાર છરો છુપાવી ને રાખ્યો હવે રાજા જયારે ઉપાશ્રયમાં પૌષધ કરવા આવે ત્યારે તેમનો ઘડો લાડવો કરી નાખવો કારણકે રાજા પોષધ વ્રતમા નિશસ્ત્ર હોય છે અને એકવાર પૌષધ મા અડધી રાત્રે ઉદાયન રાજા ભરનિંદરમા સુતા હતા ત્યારે પેટમાં છરો ઘુસાડીને ભાગી ગયો રાજા તો દેવલોકગમન થય ગયા અને વહેલી સવારે આચાર્ય ભગવંતે જોયુ કે ઓહોઓઓ આ ગજબ થયુ હવે મારનાર માયાવી ભાગી ગયો છે સવારના ઘણા બધા આરોપ અને પ્રત્યાઆરોપો થાશે અને તેમણે સમજી વિચારી સંથારો ગ્રહણ કરી અને તે છરો પોતાના પેટમા મારી અને જૈનશાસન માટે આત્મબલિદાન આપી દીધુ.

આજે અમારા ભાઈ મહારાજ મનોહરમુનિ મ.સા. કે જેઓ અમારા છ બહેનોના એકના એક ભાઈ હતા તેમણે ઉત્કૃષ્ટ સંયમ પાળ્યો છે અને છેલ્લે શાસનની રક્ષા કાજે આત્મબલિદાન આપેલ છે તો હે સાધક આત્માઓ એક વાત ખાસ વિચારજો કે કોઈપણ સંયમીની ખોટી નિંદા કરી તમે પાપના ભાગીદાર ના બનશો તેમણા પરિણામો આચાર્ય ભગવંતની જેમ સંથારો ગ્રહણ કરીને જ આત્મબલિદાન લીધેલ હશે આવા તો ઘણા દાખલા છે ક્ષાયિક સમકિતના ધણી મહારાજા શ્રેણીક એ પણ પોતાના પુત્રના હાથે મરીશ તેના કરતા પોતાના હાથે અંગુઠીમાથી હિરો ચુસી અને આત્મબલિદાન આપેલ છે તે તો ભાવિના ભગવાન બનવાના છો માટે તમો જયારે કોઈપણ સંયમીની નિંદા કરો તો વિચાર કરજો કે ભાવિના ભગવાનની નિંદા તો નથી કરી રહયા.

અંતમાં અમારા મામા મહારાજ તેમની અધુરી સાધના પુરી કરી વહેલામા વહેલા સિધ્ધ બુધ્ધ અને મુકત બને તેવી પ્રાર્થના અભય પારેખસહમંત્રી જુનાગઢ જૈન સંઘ.

(3:55 pm IST)