Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

હવેથી મોટામવા અને રામનાથપરા સ્મશાને નોન-કોવિડ મૃતદેહના અંતિમ સંસ્કારની વ્યવસ્થા

શહેરમાં કોરોના કેસ-મૃત્યુઆંકમાં ઘટાડો થતા મ.ન.પા.નો નિર્ણય : બાપુનગર-મવડી સ્મશાન કોવિડ બોડી માટે અનામત

રાજકોટ, તા. ૨૦ :. શહેરમાં છેલ્લા છ-સાત દિવસથી કોરોના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતા હવેથી રામનાથપરા અને મોટામવા સ્મશાને નોન-કોવીડ બોડી મોકલવામાં આવશે. જ્યારે બાપુનગર-મવડી સ્મશાને કોવિડના મૃતદેહના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યુ હતુ કે, મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર મુખ્ય સ્મશાન (૧) રામનાથપરા (૨) બાપુનગર (૩) મોટામવા અને (૪) મવડી સ્મશાનગૃહ હંગામી સમય માટે કોવિડ બોડી માટે અનામત રાખવામાં આવેલ હતા. જે પૈકી હવેથી ફકત (૧) બાપુનગર અને (૨) મવડી સ્મશાનગૃહ કોવિડ બોડી માટે અનામત રહેશે જ્યારે રામનાથપરા અને મોટામવા ખાતે સામાન્ય બોડી (નોન-કોવિડ) બોડી લઈ જઈ શકાશે.

(3:56 pm IST)