Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

છ દિ'ના વિરામબાદ વેકિસન કામગીરીનો ધમધમાટ

૧૮ થી ૪૪ વર્ષના યુવાઓ માટે પ૦ સેન્ટર કાર્યરતઃ દરરોજ ૧પ૦ લોકોને રસી અપાશેઃ સાંજ પ વાગ્યે સેશન સાઇટ ખુલશે ૪પ વર્ષની મોટી ઉંમરના માટે રપ સેન્ટર કાર્યરતઃ વેકિસનનો સમય સવારે ૯ થી બપોરે ૧ કરાયો

રાજકોટ,તા. ૨૦: 'તૌકતે' વાવાઝોડાને લીધે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં  વેકસીનેસનની કામગીરી બંધ રાખવામાં આવી હતી જે આજ તા. ૨૦થી શહેરમાં રાબેતામુજબ ચાલુ થઇ છે.

વેકસીનેસન દરમ્યાન શહેરના ૪૫ થી મોટી ઉંમરના નાગરિકો માટે ૨૫ સેસન સાઈટ રાખવામાં આવેલ છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્રો સહિત પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ, પદ્યકુંવરબા હોસ્પિટલ, શિવશકિત સ્કૂલ અને ચાણકય સ્કૂલ (ગીત ગુર્જરી સોસાયટી) સેસન સાઈટનો સમાવેશ થાય છે. દરેક સાઈટ પર ૧૦૦ નાગરિકોને વેકસીનનો ડોઝ આપવામાં આવશે, જેમાં ૩૦% પહેલો ડોઝ લેનાર નાગરિકો અને ૭૦% બીજો ડોઝ લેનાર નાગરિકોને રસી આપવામાં આવશે. કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ પહેલા ડોઝ લીધી બાદ ૮૪ દિવસે લેવાનો રહેશે.

૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે શહેરમાં ૫૦ સેસન સાઈટ ખાતે વેકસીનેસનની કામગીરી કરવામાં આવશે જયાં દરેક સાઈટ પર ૧૫૦ લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. સેસન સાઈટ દરરોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે જનરેટ થશે અને તેના પરથી વેકસીનેસન સ્લોટ બુક કરવાનો રહેશે. વેકસીનેસનનો સમય સવારે ૦૯:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધીનો રહેશે.અત્રે નોંધનીય છે કે, ૪પ વર્ષની મોટી ઉંમરના નાગરીકો માટે તા.૧૪ થી ૧૯ સુધી રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી.

(3:56 pm IST)