Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

જિલ્લા પંચાયતમાં ર૭મીએ ખાસ સામાન્ય સભા

સમિતિઓને સામાન્ય સભા સતા સોપણી કરશે પ્રશ્નોતરી નહી

રાજકોટ તા. ર૦ : જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા તા. ર૭ સવારે ૧૧ વાગ્યે પંચાયત સભાખંડમાં પ્રમુખ ભુપત બોદરની અધ્યક્ષતામાંં મળશે જેમાં સામાન્ય સભા દ્વારા વિકાસ કામો માટે વિવિધ સમિતીઓને આર્થિક સતા સોપતો નિર્ણય લેવામાં આવશે સતા સોપણીનો મુદ્દો એજન્ડામાં મુખ્ય છે. તે ઉપરાંત પ્રમુખ સ્થાનેથી કોઇ મુદ્દો આવી શકે છે.

ગયા મહિને પ્રમુખ સ્વામી ઓડીટોરીયમાં સામાન્ય સભા મળેલ. તે વખતે કોરોનાની તીવ્રતાના કારણે ૧૦ મીનીટમાં જ સમિતિઓની રચના કરી સામાન્ય સભા પૂર્ણ થયેલ ગયેલ. ત્યારબાદ પ્રથમ વખત સભા મળે રહી છે. જેનો એજન્ડા, આજે સાંજ સુધીમાં બહાર પડી જવાનો નિર્દેષ છે. ખાસ સામાન્ય સભા હોવાથી સત્તાવાર રીતે પ્રશ્નોતરીને અવકાશ રહેશે નહિ. કઇ સમિતિને કેટલા લાખ સુધીના કામની સત્તા સોંપવી તે ચૂંટાયેલી શાસક પાંખ નકકી કરશે.

(4:03 pm IST)