Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

'ફુગ'ના રોગના ઇંજેક્ષનો મેળવવામાં હાડમારીઃ અર્જુન ખાટરિયાની રજૂઆત

રાજકોટ તા. ર૦ :.. જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયાએ મ્યુકર માઇકોસીસ તરીકે ઓળખાતા ફુગના રોગની સારવારમાં ઉપયોગી ઇંજેક્ષન મેળવવામાં રાજકોટ જિલ્લામાં ભારે મુશ્કેલી હોવાની રજૂઆત નિવાસી અધિક કલેકટરને આવેદન આપીને કરી છે. તેમણે ડી. ડી. ઓ. અને જિલ્લા પંચાયત પ્રમુખને આ અંગે પત્ર પાઠવ્યો છે. અર્જુન ખાટરિયા વિનુભાઇ ધડુક, ભરત લકકડ વગેરેએ રજૂઆત કરેલ કે જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ઇંજેક્ષન મેળવવા માટેની પૂરતી માહિતી નથી.દર્દીઓને મુશ્કેલી પડે છે. જરૂરી ઇંજેક્ષન સમયસર ન મળે તો દર્દીના જીવ પર જોખમ સર્જય શકે છે. દર્દીઓને જરૂરીયાત મુજબ ઇંજેક્ષન-દવા સરળતાથી મળી રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. આ આગેવાનોએ જસદણ પંથકમાં કમોસમી વરસાદ-વાવાઝોડાથી થયેલ નુકશાનીનાં સર્વ કરાવી ખેડૂતોને વળતર આપવા માંગણી કરી છે.

(4:03 pm IST)