Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

બાઈક ચોરીના અનેક ગુનામાં સામેલ રવી ઉર્ફે લાલો પાસામાં ધકેલાયો

રાજકોટ, તા. ૨૦ :. ગાંધીગ્રામ વિસ્તારમાં વાહન ચોરીના અનેક ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં બાઈક ચોરીના અનેક ગુનામાં સામેલ જામનગર રોડ જકાતનાકા પાસે સંજયનગર શેરી નં. ૧માં રહેતા રવી ઉર્ફે લાલો સુરેશભાઈ ડોડીયા (ઉ.વ ૩૩)ને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સૂચના મુજબ પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે.જી. રાણા, એએસઆઈ હિરાભાઈ, હેડ કોન્સ. ખોડુભા, વનરાજભાઈ, ભરતભાઈ, દિગ્વીજયસિંહ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઈ પાટીલ અને દિનેશભાઈ તથા ભુમીબેન સોલંકીએ સંજયનગર શેરી નં. ૧ના રવી ઉર્ફે લાલો સુરેશભાઈ ડોડીયા (ઉ.વ. ૩૩)ની પાસા હેઠળ અટકાયત કરી તેને ભૂજ જેલમાં ધકેલી દેવાયો છે.

(4:04 pm IST)