Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

હળદર કપાસીયા અને સિંગતેલ ત્થા પુડિંગ સહીત પાંચ નમુના ફેઇલ

મ.ન.પા.દ્વારા લેવાયેલ ખાદ્યપદાર્થો સરકારી લેબમાં સબસ્ટાન્ડર્ડ જાહેરાત થતા કલેકટર સમક્ષ કેસ દાખલ

રાજકોટ તા. ર૦ : મ.ન.પા.ના ફુડ સેફટી ઓફિસરોએ વિવિધ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની તપાસ માટે લીધેલા નમુનાઓ પૈકી હળદર, પુડીંગ, સીંગતેલ, કપાસિયા તેલ, અને સુકા મેવા સહીત પાંચ નમુનાઓ સહકારી લેબમાં તપાસ થતા વેપારીઓ સામે કાયદાકિય કાર્યવાહી હાથ ધરાયેલ હતો.

આ અંગે આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ નાપાસ થયેલ કુલ પાંચ નમૂનાના એજ્યુડીકેટીંગ ઓફિસર શ્રી અને અધિક કલેકટર શ્રી રાજકોટ, કલેકટર કચેરી સમક્ષ કેસ દાખલ કરેલ છે.

જેમાં (૧) તા. ૧૭-૬-૨૦ના રોજ ગીરીરાજ એન્ટરપ્રાઈઝ, ડી-૩ જૂના માર્કેટીંગ યાર્ડ, નેશનલ હાઈવે ૮-બી, રાજકોટ પાસેથી લીધેલ Rangoli Turmeric Powder (500 gm Pkd Pouch) ના નમૂનામા કોપરનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

(૨) તા. ૨૩-૧૧-૨૦ના રોજ રામેશ્વર પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર, રામેશ્વર પાર્ક મે. રોડ, માન સરોવર સોસા. પાછળ આજી ડેમ પાસે, રાજકોટ પાસેથી લીધેલ “Aakash” Refined Cotton Seed Oil (FROM 15 KG PKD TIN), ના નમૂનામા હલકી કક્ષાના ખાદ્યતેલની ભેળસેળ મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

તા. ૦૯-૦૭-ર૦ ના રોજ જય ખોડીયાર ટ્રેડર્સ, જુના માર્કેટીંગ યાર્ડ, દુકાન નં. એ-૪, રીંગ રોડ, આરટી.ઓ પાસે, રાજકોટ પાસેથી લીધેલ MAHALAXMI GROUNDNUT OIL (FROM 15 KG PKD TIN)   ના નમૂનામાં હલકી કક્ષાના ખાદ્યતેલની ભેળસેળ તથા લેબલ પર ... લોગો, લાયસન્સ નંબર તથા બેસ્ટ બીફોર ડેટ છાપેલ ન હોવાથી નમૂનો સબસ્ટાડન્ડર્ડ તથા મીસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે.

તા. ૧૮-૦૩-ર૦ના રોજ જય માર્કેટીગ, જય, મીરાનગર શેરી નં.૧, રૈયા રોડ, રાજકોટ પાસેથી લીધેલ ‘Lite N Fit Brand Pudina Ring (80 g PACKED). ના નમૂનામાં પેકીંગ પર બેચ નંબર તથા પેકીંગ ડેઇટ છાપેલ ન હોવાથી નમુનો મીસ્બ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે.

તા. ૦૩-૧૧-ર૦ ના રોજ પટેલ એગ્રી એકસપોર્ટ, ૮-ગોલ્ડન વ્યુ કોમ્પ્લેક્ષ, અર્જુન પાકૃ, નાના મવા મેઇન રોડ, રાજકોટ પાસેથી લીધેલ ‘Nut But’ Walnut (250g Pack) ના નમુનામાં પેકીંગ પર વેજી. સીમ્બોલ દર્શાવેલ ન હોવાથી નમૂનો મીસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે.

(4:05 pm IST)