Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

વાવાઝોડાના કારણે શહેરમાં ૮૨૪ સ્ટ્રીટ લાઇટની ફરિયાદ : ૨૭૫નો નિકાલ

લાઇટીંગ સમસ્યા તાકિદે દુર કરવા મ.ન.પા.ની રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગર દ્વારા મ્યુ. કમિશનર તથા PGVCLના એમ.ડી.ને રજૂઆત

રાજકોટ તા. ૨૦ : મહાનગરપાલિકાની હદમાં આવતા દરેક વોર્ડમાં તૌકતે વાવાઝોડાના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમા પી.જી.વી.સી.એલ.ના વીજ પોલ તૂટી ગયેલ અને ધરાશાયી થયેલ હોવાથી રહેણાંક વિસ્તારોમાં તેમજ સ્ટ્રીટ લાઈટ બંધ થયેલ છે અને રાત્રી સમયે અંધારૃં થઇ જાય છે. જેના કારણે વિસ્તારવાસીઓને રાત્રીના સમયે પારાવાર મુશ્કેલી ઉભી થાય છે. જે ધ્યાને લઇ, આગામી સમયમાં ચોમાસાની ઋતુ દરમ્યાન લાઈટીંગની સમસ્યા ઓછી થાય તે માટે રોશની સમિતિના ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગરએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તથા પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.ને શહેરની લાઈટીંગ સમસ્યા દુર થાય તે માટે રજુઆત કરવામાં આવી છે.   આ અંગે જયાબેને જણાવ્યું હતું કે, શહેરીજનોને સ્ટ્રીટ લાઈટ લગત ફરિયાદ કરવા ફોન નં.(૦૨૮૧-૨૪૫૦૦૭૭) પર જાણ કરવી. રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧ થી ૧૮માં તા.૧૮ થી ૨૦ મે એ ત્રણ દિવસની લાઈટીંગને લગતી ફરિયાદ ૮૨૪ આવેલ છે. જેમાં ઓનલાઈન ૨૭૫ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ છે. તથા પેન્ડીંગ ૫૪૯ ફરિયાદ છે. જે અમુક ફરિયાદ પી.જી.વી.સી.એલ.ના શોર્ટસર્કિટના કારણે પેન્ડીંગ છે. વહેલામાં વહેલી તકે ફરિયાદનો નિકાલ થાય તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ છે.

(4:06 pm IST)