Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ખોડીયારપરા મેઇન રોડ પુનમ કાસ્ટીંગ વાળી શેરીમાથી ૫૪ હજારનો દારૂ ભરેલી કાર ક્રાઇમ બ્રાન્ચે પકડી

ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી. બસિયા, પીઆઇ વાય.બી. જાડેજા, જે.વી. ધોળા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેર શહેર વિસ્તારમાં દારૂ તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તથા આવી દારૂ-જુગારની ગેરકાયદેસર પવૃતિ ચાલતી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અપાઈ હોઈ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે  એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહીલ તથા કોન્સ. રણજીતસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમી પરથી ખોડીયારપરા મેઇન રોડ, પુનમ કાસ્ટીંગ વાળી શેરીમાંથી એક હોન્ડા સીટી કાર GJ-03-BA-3134 પકડી લેવાઈ હતી. તેનો ચાલક મળ્યો નહોતો. કારમાંથી રૂ.૫૪,૦૦૦નો દારૂ મળતા તે તથા કાર મળી ૧,૫૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ  તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ  તેમજ એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી પોલીસ ઇન્સપેકટર વાય.બી.જાડેજા તથા પો.ઇન્સ. જે.વી.ધોળા,પીએસઆઇ આર.જે.કામળીયા, એએસઆઇ રાજદિપસિંહ ગોહીલ, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ રણજીતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રોહીતભાઇ કછોટ અને જયપાલભાઇ બરાળીયા દ્વારા આ કામગીરી કરવામા આવી છે.

(10:50 am IST)