Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સફળ રઘુવંશી એકતા ક્રાંતિયાત્રા

આવી જ કાર અને બાઇક રેલીનું વિરપુર સુધીનું આયોજન વિચારી શકાય : અશોક મિરાણી

રઘુવંશીઓની એકતા માટે હવે ખૂબ પ્રયત્‍નો થઇ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં સમાજની જાગૃતિ, સંગઠન અને એકતા થકી ભવિષ્‍યની પેઢીને અન્‍યાય સહન ના કરવો પડે, એકબીજાને મુશ્‍કેલીમાંથી બહાર કાઢી દોડતો કરે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય તેવા હેતુથી રાજકોટના ગણત્રીના યુવાનોએ એકતાની ક્રાંતિનું સર્જન શહેરમાં યાત્રાનું આયોજન કર્યું. આગેવાનો, સંસ્‍થાઓ અને રઘુવંશીઓના સહકાર થકી યાત્રા ખૂબ સફળ રહી. સમાજ, મિડીયા અને ગુજરાતભરમાં નોંધ લેવાઇ. રાજકોટના યુવાનોને ખૂબ ખૂબ ધન્‍યવાદ. આભાર આગેવાનો અને સંસ્‍થાઓનો.

આવી જ કાર અને બાઇક રેલીનું આયોજન પોતાના શહેરથી વિરપુર સુધી એક દિવસે અને એક સમયે પહોંચે તેવું આયોજન થાય અને તેમાં દરેક સંસ્‍થા આમંત્રણની રાહ જોયા વગર જોડાય તો વટ પડી જાય. એકતા, પરસ્‍પર લાગણીનો ભાવ જાગે. આયોજન યુવાનો કરે, સહકાર આગેવાનો આપે, વિચારજો, શકય છે.(૨૧.૧૭)

અશોક મિરાણી

રઘુવંશી એકતા મીશન, રાજકોટ.

(મો. ૯૪૨૯૮ ૦૪૦૦૯)

(3:34 pm IST)