Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

શ્યામ શરાફી મંડળીને આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને છ માસની સજાનો આદેશ

આરોપી ત્રણ માસમાં રકમ ન ચુકવે તો વધુ સજાનો હુકમ

રાજકોટ તા. ર૦: અત્રે શ્રી શ્યામ શરાફી સહકારી મંડળી લી.ના લોની દીપક પ્રાગજીભાઇ વાઘેલાને ચેક રિર્ટન કેસમાં ૬- માસની સજા અને ચેકની રકમ રૂા. ૧,૦ર,પ૦૦/- વળતર ચુકવવા હુકમ અને ત્રણ માસમાં વળતર ન ચુકવે તો વધુ-૬ માસની સજાનો હુકમ કોર્ટ કર્યો હતો.

અત્રે રાજકોટની શ્રી શ્યામ હરાફી સહકારી મંડળી લી., ઠે. નહેરૂનગર, ૮૦ ફૂટ રોડ, આહિર ચોક, ખોડિયાર કોમ્પલેક્ષ, રાજકોટ-પ ઉપરોકત સરનામે શરાફી મંડળી ચલાવે છે અને સભાસદોને ધીરાણ આપવાનું કામકાજ કરે છે. સભ્ય દરજજે આરોી દીપક પ્રાગજીભાઇ વાઘેલા, એ ફરીયાદી મંડળીમાંથી રૂા. ૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરાની લોન-ધિરાણ પેટે લીધેલ છે આરોપીએ સદરહું લોનના ચડત હપ્તાની રકમ ચુકવવા માટે ફરીયાદી મંડળીને કોટક મહેન્દ્રા બેંકનો ચેક રૂા. ૧,૦ર,પ૦૦/-નો આપેલ ફરીયાદી મંડળીએ સદરહું ચેક પોતાના ખાતામાં રજુ કરતા સદરહું ચેક ''ડ્રોઅરસ સીગ્નેચર ડિફરસ'' ના શેરા સાથે પરત ફરેલ હતો તેથી ફરીયાદીએ આરોપીને રજી. એડી.થી નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતાં આરોપીએ ફરીયાદી મંડળીની લેણી રકમ ચુકવેલ નહીં. જેથી ફરીયાદીએ રાજકોટના ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

ફરીયાદીના વકીલશ્રીએ કેસ ચાલતા સમયે મૌખીક દલીલ કરેલી કે હાલનો આરોપીએ ગંભીર ગુનો કરેલ છે. ચેક રિર્ટન થવાના કિસ્સા વધી ગયા છે. સમાજમાં દાખલો બેસાડવો જરૂરી બની જાય જેથી આરોપીને કાયદા મુજબની મહતમ સજા કરવી જોઇએ અને વળતર અપાવવું જોઇએ. જેથી કોર્ટે હાલના કેસની હકીકતો અને સંજોગો લક્ષમાં લઇએ તો આરોપી પોતે ઠરેલ વ્યકિત છે. રૂપિયા લીધા બાદ રકમ સામે ચેક આપવાની ગંભીરતા તેના ખ્યાલે હોવી જોઇએ કેસ ચાલતા દરમ્યાન આરોપી તરફે ફરીયાદીને ચેકની રકમ ચુકવવામાં આવેલ નથી. આમ, આરોપીની દાનત ફરીયાદીને રકમ પરત નહીં આપવાનું જણાય છે. જેથી ચીફ જયુડી. મેજી. એ આ કામના આરોપીને ૬-માસની સજા તેમજ રૂા. ૧,૦ર,પ૦૦/- વળતર પેટે ફરીયાદીને ત્રણ માસમાં ચુકવવા અને વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી શ્રી શ્યામ શરાફી સહકારી મંડળી લી., નાં, તરફે રાજકોટના ધારાશાસ્ત્રી રીતેષ એસ. કોટેચા રોકાયેલ છે.

(3:49 pm IST)