Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

''વિશ્વ યોગ દિવસ'' નિમિતે આવતીકાલે રાજકોટ બાર એસો. દ્વારા ન્યાયાધીશો-વકીલો, કોર્ટ કર્મચારી માટે સમુહ યોગ અભ્યાસનું આયોજન

રાજકોટ બાર એસો. દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત હેલ્થ સંદર્ભે યોગ અભ્યાસનું અનેરૃ આયોજનઃ વકીલોના સર્વાંગી વિકાસ, હિત, સ્વાસ્થય, સુરક્ષાને ધ્યાને લઇને કાર્યક્રમનું આયોજનઃ અલ્પાબેન શેઠ દ્વારા યોગ બાબતેનું માર્ગદર્શન અપાશે

રાજકોટઃ આવતીકાલે વિશ્વ યોગ દિવસ નિમિતે રાજકોટ બાર એસો. દ્વારા પ્રથમ વખત સમુહ યોગ અભ્યાસ થયેલ. આયોજન અંતર્ગત બાર એસો.ની ટીમ ''અકિલા''ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં, તસ્વીરમાં અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા ત્થા નયનભાઇ વ્યાસ સાથે બારના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, સેક્રેટરી પી.સી. વ્યાસ, કારોબારી સભ્યો અજય પીપળીયા, નૈમિષ પટેલ, કિશન રાજાણી તથા અલ્પાબેન શેઠ દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ઃ રાજકોટ બાર એશોશીએશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર તમામ જજીસ, કોર્ટ કર્મચારી તથા એડવોકેટસ અને તેના ફેમીલીની હેલ્થને ધ્યાનમાં રાખી તા. ર૧/૦૬/ર૦રરના રોજ 'વિશ્વ યોગ દિન' નિમિતે રાજકોટ સીવીલ કોર્ટ કમ્પાઉન્ડમાં સમૂહ યોગ અભ્યાસનું આયોજન કરવામાંઆવેલ છે.

રાજકોટ બાર એશો.ના યુવા પ્રમુખશ્રી અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી એસ. કે. જાડેજા, સેક્રેટરીશ્રી પી. સી. વ્યાસ તથા સમગ્ર કારોબારી ટીમની યાદીમાં જણાવવામાં આવેલ છે કે, ન્યાયતંત્ર સાથે સંકળાયેલ ન્યાયધીશશ્રીઓ તથા વકીલ મિત્રો જે ફેકલ્ટી સાથે જોડાયેલા છે તેમાં પક્ષકારોને ન્યાય અપાવવા માટે તેઓએ સતત સક્રિય અને જાગૃત રહેવું પડે છે. તેના કારણે સ્ટ્રેસ અને અન્ય માનસિક, શારિરીક બિમારીઓ આવવાની શકયતા વધી જાય છે. ન્યાયતંત્ર સાથે સંકળાયેલ લોકોની જીવનશશ્રૈલીના કારણે સ્ટ્રેસ, બ્લડપ્રેશર, ડાયાબીટીશ, માઇગ્રેન, કોલેસ્ટ્રોલ વિગેરે બિમારીઓ ઝડથી આવવાની શકયતા પણ વધી જાય છે.

રાજકોટ બારના રેસિડન્ટશ્રી પટેલએ જણાવ્યા મુજબ તેઓ તથા તેમની બોડી વકીલોના સર્વાંગી વિકાસ, હિત અને સુરક્ષા માટે સદૈવ તત્પર છે. વકીલોના સ્વાસ્થ્યને પ્રથમ પ્રાધાન્યતા આપી તેઓએ રાજકોટ બારના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર 'વિશ્વ યોગ દિન' નિમિતે સમૂહ યોગ અભ્યાસનું આયોજન કરેલ છે.

આ કામમાં રાજકોટના મુખ્ય ન્યાયધીશોશ્રીએ વકીલોના હિત અને સ્વાસ્થ્ય માટે થઇ રહેલ યોગ અભ્યાસના આયોજનને કરવાની પરવાનગી આપેલ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે સમૂહ યોગ અભ્યાસ સરકારશ્રીના આયુષ મંત્રાલયના પ્રોટોકોલ પ્રમાણે એડવોકેટ અલ્પાબેન વિકાસભાઇ શેઠ તથા તેની ટીમ કરાવશે. અલ્પાબેન વિકાસભાઇ શેઠ છેલ્લા છ વર્ષથી રામકૃષ્ણ આશ્રમ ખાતે યોગ માટે માનદ સેવા આપે છે. અને તેઓ હેલ્થ રીલેટેડ યોગ એકસ્પર્ટ છે. જેઓ ભુતકાળમાં રાજકોટના તમામ સ્વીમીંગ પુલમાં એક સાથે 'એકવાયોગા' મહિલાઓને કરાવી ચૂકેલ છે. તેમજ અન્ય સહકારી અને સરકારી સંસ્થાઓમાં નિઃશુલ્ક યોગ બાબતેનું માર્ગદર્શન સમયાંતરે પુરૃં પાડતા આવેલ છે.

રાજકોટ બાર એશો.ના પ્રેસિડેન્ટશ્રી જણાવે છે કે, આ યોગ અભ્યાસનું આયોજન તા. ર૧/૦૬/ર૦રરના રોજ સવારે ૬-૩૦ થી ૮-૦૦ દરમ્યાન લેશે. તેમાં ભાગ લેનાર દરેક વ્યકિતએ વ્હાઇટ ડ્રેસ કોડ તથા મેટ્રેસ સાથે હાજર રહેવા અને બહોળી સંખ્યામાં લાભ લેવા વકીલો, ન્યાયધીશશ્રીઓ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ અને તમામના ફેમીલી મેમ્બર્સએ લાભ લેવો તેમજ આઝાદીના અમૃત મહોત્સવના ૭પમી વર્ષની ઉજવણીના ભાગરૃપે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુદી જુદી ૭પ જગ્યાએ થઇ રહેલ ઉજવણીમાં પણ અલ્પાબેન શેઠ દ્વારા સેવામાં આપવામાં આવી રહી છે. રાજકોટ બાર એસો. દ્વારા પ્રથમ વખત આવો કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. તેમ ''અકિલા''ની શુભેચ્છા મુલાકાતે આવેલા બાર.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, પી. સી. વ્યાસ, નૈમિષ પટેલ, અજય પીપળીયા, કિસન રાજાણી, અલ્પાબેન શેઠે જણાવ્યું હતું. (૭.૩૩)

(4:00 pm IST)