Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

શાળા પ્રવેશોત્‍સવ સમયે જ રાજકોટના ૯૦૦ સહિત રાજયભરના મધ્‍યાહન ભોજન કેન્‍દ્રોના સંચાલક-રસોઇયા ત્રણ દિ'ની હડતાલ પર

૩૦૦ થી ૧૬૦૦ જેવુ નજીવુ વેતન અપાય છેઃ ત્રણ દિ' ની હડતાલના એલાનને કારણે ભારે વિવાદ સર્જાશે...

રાજકોટ તા. ર૦ : જીલ્લા મધ્‍યાહન ભોજન યોજના કર્મચારી મંડળે કલેકટર ડે.કલેકટરને આવેદન પાઠવી તારીખ ર૩/ર૪/રપ, જુન-ર૦રર દરમિયાન મધ્‍યાહન ભોજન યોજનાના તમામ સંચાલક, રસોઇયા અને મદદનીશ સામૂહિક રજા રાખી હડતાળ પર જવા રજુઆત કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, ઓલ ગુજરાત રાજય મધ્‍યાહન ભોજન કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા આગામી શાળા પ્રવેશોત્‍સવ તારીખ ર૩ થી રપ જુના ર૦રર દરમિયાન અમારા નીચે મુજબના પડતર પ્રશ્નો માટે રાજય મંડળ દ્વારા સરકારશ્રીમાં અવાર નવાર લેખિત મેજ મૌખિક રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવવાથી મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્ર બંધનું આહવાન કરેલ હોય અમો પણ તાલુકાના તમામ કેન્‍દ્રો આ બંધમાં જોડાવાના હોય જે આપ વિદિધત થાય.

હાલ અમોને ૧૬૦૦-૧૪૦૦-પ૦૦-૩૦૦ જેવુ નજીવું માસિક વેતન ચુકવવામાં આવે છે આટલા ઓછા વેતનમાં અમારા પરિવારનું ગુજરાન ચલાવવું મૂશ્‍કેલ હોય બંધારણની જોગવાઇ મુજબ અમોને સમાન કામ સમાન વેતન મુજબ લઘુતમ ધારાધોરણ મુજબ ચુકવવા માંગ છે. રાજય સરકારે નવા મેનુના બે ભાગ કરી વધારાની કન્‍ટી તેમજ અનાજ ચૂકવ્‍યા વિના પ્રથમ ભોજન અને નાસ્‍તો આપવાનું નકકી કરેલ હોય હાલની મોંઘવારી તથા અમારા કામના કલાકો વધી જવાથી નાસ્‍તા માટે અલગથી જથ્‍થો તેમજ પેશગી આપવા અમારી માંગ છે. ત્‍યાં સુધી અમોને આપવામાં આવેલ જથ્‍થો અને હાલની મોંઘવારીને ધ્‍યાનમાં લઇ જુના મેનુ મુજબ મેનુ પીરસવાની મંજુરી આપવા અમારી માંગ છે. આ યોજનાનું રાજય સરકાર દ્વારા ખાનગીકરણ કરી સ્‍વૈચ્‍છિક સંસ્‍થા (એન.જી.ઓ)ને સોંપેલ છ.ેઆ એન.જી.ઓ.દ્વારા સુપ્રિમકોર્ટ ગુજરાત હાઇકોર્ટના અવલોકનને આંખ આડા કાન કરી હલકી ગુણવતાવાળુ વાસી ભોજન આપવામાં આવે છે. અમારી માંગ છે કે આ યોજનાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં જે જગ્‍યાએ આ કેન્‍દ્ર ચાલુ છે. તે પ્રથા રદ કરી પુનઃ અમારા કર્મચારી મારફત આ યોજના ચલાવવા અમારી માંગે છેે.

(4:16 pm IST)