Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

માલવીયા ચોકમાં સ્‍પા પાર્લરમાં કર્મચારીઓને કામે રાખી પોલીસને જાણ ન કરનાર સંચાલક સામે ગુન્‍હો

એ ડીવીઝન પોલીસે સ્‍પા સંચાલક અક્ષય મકવાણા સામે કાર્યવાહી કરી

રાજકોટ તા.ર૦ : શહેરના માલવીયા ચોકમાં પ્રમુખ સ્‍વામી આર્કેટ બીલ્‍ડીંગમાં સ્‍થા પાર્લરમાં કર્મચારીઓને રાખી પોલીસને જાણ ન કરનાર સંચાલક સામે એડીવીઝન પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવની સુચનાથી એડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ટી.ડી.ચુડાસમા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે માલવીયા ચોકમાં આવેલ પ્રમુખ સ્‍વામી આર્કેટ એ -વીંગ ચોથા માળે આવેલા સીજ્ઞેચ૨ વેલનેસ સ્‍થા પાર્લરમાં તપાસ પોલીસમાં જાણ કર્યા વગર સ્‍પામાં બહારના રાજયોના કર્મચારીઓને કામ પર રાખ્‍યા હોવાની જાણવા મળતા પોલીસે સ્‍પા સંચાલક અક્ષય જીતેશભાઇ મકવાણા, (ઉ.ર૩) (રહે. જામનગર રોડ સાંઢીયા પુલની બાજુમાં પરસાણાનગર-૩) ને પકડી પોલીસ કમિશ્નરના જાહેરનામાં  ભંગની કાર્યવાહી કરી હતી.

(4:53 pm IST)