Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી દ્વારા શ્રી રામધામ મંદિર નુ ખાતમુહૂર્ત નહિ થાય ત્યા સુધી અન્ન-કઠોળ નો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લેવામાં આવી

સમસ્ત રઘુવંશી સમાજ માટે ત્યાગ, સમર્પણ અને બલિદાન નો પર્યાય સમા શ્રી જીતુભાઈ સોમાણી ની શ્રી રામધામ માટે કઠોર તપસ્યા

રાજકોટ તા.૨૦ :        સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ ના નિર્માણ માટે શ્રી રામધામ સમિતી દ્વારા જહેમત ઉઠાવવા મા આવી રહી છે ત્યારે શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીએ જ્યાં સુધી શ્રી રામધામ મંદિર નુ ખાતમુહૂર્ત નહિ થાય તેમજ સમસ્ત રઘુવંશી સમાજ શ્રી રામધામ ના નેજા હેઠળ એકત્રિત નહિ થાય ત્યાં સુધી અન્ન-કઠોળ નો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી છે ત્યારે સમગ્ર લોહાણા સમાજ શ્રી જીતુભાઈ સોમાણી ની સમાજ પ્રત્યે ની લાગણી, ત્યાગ તેમજ સમર્પણ જોઈ તેમના પ્રત્યે આદરભાવ પ્રગટ કરી રહ્યા છે.

        શ્રી જીતુભાઈ સોમાણી એ દેશ-વિદેશ મા વસતા દરેક રઘુવંશી સમાજ ને એકતાંતણે બાંધવા નુ સ્વપ્ન સેવ્યુ છે ત્યારે શ્રી રામધામ ની જગ્યા ન મળે ત્યા સુધી તેમણે પગરખા નહિ પહેરવા ની આકરી ટેક લીધી હતી. પ્રભુ શ્રી રામ ની કૃપા, પૂ.જલારામ બાપા ના આશિર્વાદ તેમજ સદ્ગુરુ દેવ શ્રી રણછોડદાસજી મહારાજ તથા પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ની પ્રેરણા થી વાકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે પવિત્ર શ્રી રામધામ માટે વિશાળ જગ્યા લેવા મા આવી ત્યારે શ્રી જીતુભાઈ સોમાણીએ ગુરુદેવ ની આજ્ઞાથી પોતાના પગ મા પગરખા પહેર્યા હતા. ત્યારબાદ સદ્ગુરુ દેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. હરીચરણદાસજી મહારાજ ના સાંનિધ્ય મા શ્રી રામધામ મુકામે શ્રી રામ મહાયજ્ઞ નુ ત્રિદીવસીય અનેરુ આયોજન શ્રી રામધામ સમિતી દ્વારા કરવા મા આવ્યુ હતુ.

        તાજેતર મા શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા માટે જ્યા સુધી શ્રી રામધામ મંદિર નુ ખાતમુહૂર્ત સમસ્ત રઘુવંશી સમાજ ની હાજરી મા ન થાય ત્યા સુધી અન્ન તેમજ કઠોળ નો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવા મા આવી છે ત્યારે સમાજ માટે આવુ કઠોર તપ કરતા તપસ્વી  જીતુભાઈ સોમાણી સમગ્ર રઘુવંશી સમાજ મા સમર્પણ ની મુર્તિ બની ગયા છે. સામાન્ય રીતે લોકો પોતાના તેમજ પોતાના પરિવાર ના કલ્યાણ માટે જપ-તપ-વ્રત કરતા હોય છે અથવા ટેક રાખતા હોય છે જ્યારે શ્રી જીતુભાઈ સોમાણીએ નિઃસ્વાર્થભાવે સમગ્ર લોહાણા સમાજ ના ઉત્કર્ષ માટે આકરી ટેક લીધી છે જે ખરેખર અવર્ણનીય તેમજ પ્રશંસનિય છે.(અહેવાલ : નિર્મિત કક્કડ)

(5:07 pm IST)